<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

મધ્યપ્રદેશના જબલપુરના સિહોરામાં દુર્ગા મંદિરમાં કેટલાક ઉપદ્રવીઓ દ્વારા તોડફોડ કરાતા તંગદિલી

બે જૂથો વચ્ચે મારામારી બાદ સામસામે પથ્થરમારો થયો: લાકડી, ડંડા અને પથ્થરો વડે એકબીજા પર હુમલા કરવામાં આવ્યા

મધ્યપ્રદેશઃ જબલપુરના સિહોરા ખાતે મોડીરાત્રે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે દુર્ગા મંદિરમાં કેટલાક ઉપદ્રવીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી અને બે જૂથો વચ્ચે મારામારી બાદ સામસામે પથ્થરમારો થયો હતો. લાકડી, ડંડા અને પથ્થરો વડે એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા. હિંસક ઘટનામાં અનેક ઘરોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા અને વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

 

(1:03 PM IST)