<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

રેલવેએ ૧૦ ટ્રેનોનો ‘સુપર ફાસ્‍ટ' દરજ્જો પાછો ખેંચ્‍યોઃ મુસાફરો માટે ભાડામાં ઘટાડો થશે

નવી દિલ્‍હી, તા.૨૦: ભારતીય રેલવે દ્વારા એક મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે, જેમાં ૧૦ જેટલી ટ્રેનોનો સુપર ફાસ્‍ટ દરજ્જો છીનવી લેવામાં આવ્‍યો છે. આ ટ્રેનો હવે સામાન્‍ય મેલ અથવા એક્‍સપ્રેસ ટ્રેન તરીકે દોડશે. આ ફેરફારને કારણે મુસાફરોને સીધો આર્થિક ફાયદો થશે, કારણ કે સુપર ફાસ્‍ટ ટ્રેનો પર લાગતો વધારાનો ચાર્જ હવે ભાડામાંથી બાદ કરવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્‍યા અનુસાર, આ ટ્રેનોની સરેરાશ ઝડપ નિર્ધારિત માપદંડો મુજબ ન હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી મુસાફરો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેના પગલે રેલવેએ ભાડા ઘટાડીને સામાન્‍ય જનતાને મોટી રાહત આપી છે.

(3:31 PM IST)