હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 'ડબલ' ખુશખબર! સારવારના ₹10 લાખ સુધીના બિલ હવે ચપટી વગાડતા થશે પાસ : ફાઈલોના ધક્કામાંથી મુક્તિ
આરોગ્ય મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: હવે મેડિકલ બિલની મંજૂરી માટે મહિનાઓ સુધી જોવી નહીં પડે રાહ : નાણાકીય સત્તાની મર્યાદા ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાઈ : પેન્શનરો માટે અરજી પ્રક્રિયા થઈ સાવ સરળ : એમ્બ્યુલન્સ ચાર્જની પણ મળશે ભરપાઈ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આરોગ્ય મંત્રાલયે ખુશીઓનો પિટારો ખોલ્યો છે. હવે ગંભીર બીમારીની સારવાર બાદ હોસ્પિટલના મોટા બિલોની ભરપાઈ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે લાંબી ફાઈલોમાં અટવાવાની જરૂર રહેશે નહીં. નવા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, વિભાગના વડાઓ હવે ₹૧૦ લાખ સુધીના તબીબી દાવાઓને કોઈપણ બાહ્ય નાણાકીય સલાહ વગર સીધા જ મંજૂર કરી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર ₹૫ લાખ હતી, જેને હવે બમણી કરીને સરકારે વહીવટી પ્રક્રિયામાં ક્રાંતિકારી વિકેન્દ્રીકરણ કર્યું છે.
આ સુવિધાનો ઝડપી લાભ લેવા માટે બે મહત્વની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે. પ્રથમ, દાવા માટે વર્તમાન CGHS નિયમોમાં કોઈ ખાસ છૂટછાટની જરૂર ન હોવી જોઈએ અને બીજું, હોસ્પિટલનું બિલ સરકાર દ્વારા નિર્ધારિત દરો મુજબ હોવું જોઈએ. જો તમારું બિલ આ દરોમાં હશે, તો પતાવટ મર્યાદા ₹૨ લાખથી વધારીને ₹૫ લાખ કરવામાં આવી છે, જેનાથી ચુકવણીમાં થતો ટેકનિકલ વિલંબ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ ઉપરાંત, જો ડૉક્ટર પ્રમાણિત કરે તો શહેરની અંદર ઉપયોગમાં લેવાયેલી એમ્બ્યુલન્સના ચાર્જની પણ ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવશે, જે દર્દીના પરિવાર માટે આર્થિક બોજ ઘટાડશે.
પેન્શનરો માટે આ પ્રક્રિયા હવે વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યાના ૬ મહિનાની અંદર તમામ જરૂરી દસ્તાવેજો જેવા કે ડિસ્ચાર્જ સમરી, મૂળ બિલો, અને CGHS કાર્ડની નકલ સાથે નજીકના વેલનેસ સેન્ટરના મુખ્ય તબીબી અધિકારી ને અરજી કરવાની રહેશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને મોટી રાહત મળશે કારણ કે હવે તેમના નાણાં બ્લોક નહીં થાય અને મેડિકલ ઇમરજન્સી વખતે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત થશે. સરકારનું આ પગલું 'ઇઝ ઓફ લિવિંગ' ની દિશામાં એક વિરાટ ડગલું માનવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
