તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 21st February 2026
સંમતિથી બંધાયેલા સંબંધ ઝઘડામાં ફેરવાય તો તે ગુનો નથી બની જતા
આરોપીને છોડી મુકતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન : મૂળ ધર્મ છૂપાવાયો, અંધારામાં રાખીને લગ્ન કર્યા હોવાની યુવતીની ફરિયાદ ફગાવાઈ

નવી દિલ્હી,તા.૨૧: સંમતિથી બંધાયેલો સંબંધ બાદમાં જ્યારે ઝઘડા થાય ત્યારે ગુનો નથી બની જતો તેવી સ્પષ્ટતા દિલ્હી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ કહ્યું હતું કે કાયદાનો મૂળ હેતુ અસલી ક્રિમિનલ કૃત્યને સજા આપવાનું છે નિરાશા કે તુટેલી આશાઓને સજા આપવાનું નથી.
આ મામલાની સુનાવણી કેરી રહેલી દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ સલાહ આપી હતી કે મહિલાઓએ ખુદને શારીરિક, બળજબરી અને ખોટા વ્યવહારથી બચાવવા સાવધાન રહેવુ જોઈએ. જ્યારે બે પુખ્ત લોકો ઇરાદાપૂર્વક એવા સંબંધમાં જોડાવાનો નિર્ણય લે છે જે ધર્મ, રીતિ, રિવાજોની વિરુદ્ધ હોય તો આ નિર્ણય સમજી વીચારીને ઈમાનદારીથી લેવો જોઈએ.
યુવક અને પરિવારના લોકોની વિરુદ્ધમાં યુવતી દ્વારા ધર્મ છૂપાવીને લગ્ન કરાયા હોવા સહિતના આરોપો લગાવાયા હતા, ટ્રાયલ કોર્ટે આ હતો અને તેની સામેની અપીલને ફગાવવામાં આવી હતી તે સમયે આ અવલોકન કરાયું હતું. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આરોપી અને ફરિયાદી બન્ને એકબીજાથી પરિચિત હતા તેની તરફેણ કરતા પુરાવા સામે આવ્યા છે. તેથી યુવક દ્વારા પોતાનો ધર્મ છૂપાવવામાં આવ્યો તે વાત માની શકાય તેમ નથી. આ મામલામાં તમામ આરોપીઓને છોડી મુક્યા હતા. ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવ્યો મામલામાં આરોપી એક વકીલ છે જેને દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપોથી મૂક્ત કર્યો હતો.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
