હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાસરિયાઓ પર દબાણ લાવવા પરણિતાઓ દ્વારા કરાતાં કેસો વધતા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

મુંબઈ તા.૨૧: પતિ અને સાસરિયાઓ પર દબાણ લાવવા માટે પરણિત મહિલાઓ દ્વારા લગ્નજીવનને લગતાં કેસો દાખલ કરવાના વધતાં ટ્રેન્ડ અંગે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ભેન્ચે ગંભીર ચિતા વ્યક્ત કરી હતી. પ્રવિલ પાટિલની સિગલ જતી બેન્ચે એક પરણિત પુરૂષ અને તેના માબાપ વિરુદ્ધ પત્ની સાથે ફરતા અને સતામણીની ફરિયાદ રદ કરતાં નોંધ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ ૪૯૮-એની જોગવાઈનો દુરૂપયોગ કરવાના કિસ્સા વધી રહ્યો છે અને નાની-નાની સમસ્યાઓ માટે કેસો કરાઈ રહ્યાં છે.
કોર્ટે જણાવ્યું હતું કે, હાલમાં લગ્નજીવનની સમસ્યાઓ સંબંધિત મોટાભાગના કેસોમાં પ્રામાણિક વિગતોનો અભાવ જોવા મળે છે. આવા કિસ્સાઓમાં કોર્ટ મૂક પ્રેક્ષક બનીને ના બેસી શકે તેમ જણાવતાં બેન્ચે જણાવ્યું હતું કે, કોર્ટની ફરજ સંજોગોની ચકાસણી કરી એ સુનિヘતિ કરવાની છે કે, સંબંધિત કેસમાં ગુનો થયો છે કે માત્ર બદલો લેવાથી કે બદઈરાદાપુર્વક કેસ કરાયો છે. લગ્નજીવનના વિવાદોમાં બદલો લેવા માટે ફોજદારી ન્યાય પ્રણાલિનો દુરૂપયોગ ના કરી શકાય.
પતિ અને તેના માબાપ સામેની એફઆઈઆર ર૬ કરતા કોર્ટ નોંપ્યું હતું કે ફરિયાદ કરનાર મહિલા તેના ભૂતપૂર્વ પતિ અને પરિવાર વિરુદ્ધ એક પણ આરોપ સાબિત કરી શકી નથી. મોટાભાગની આવી ફરિયાદો ઉશ્કેરાટમાં આવીને કરવામાં આવતી હોય છે અને તેમાં સચ્ચાઈનો અભાવ હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
