News of Saturday, 21st February 2026
બુલીયન માર્કેટમાં તેજી : ચાંદીમાં વધુ ૪૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂા.નો વધારો
ચાંદીના ભાવ વધીને ર,૬ર,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬ર,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર૧: બુલીયન માર્કેટમાં મોડી રાત્રે તેજીનો દોર જારી રહયો હતો. ચાંદીમાં વધુ ૪૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂા. વધ્યા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં મોડી રાત્રે ચાંદીમાં વધુ ૪૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૮,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૬ર,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે દિવસ દરમ્યાન પણ ચાંદીમાં ૪૦૦૦ રૂા. વધ્યા હતા. છેલ્લા ર૪ કલાકમાં ચાંદીમાં ૮,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ભાવો વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે મોડી રાત્રે સોનામાં ર૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬ર,૦૦૦ રૂા. થયા હતા. છેલ્લા ર૪ કલાકમાં સોનામાં પણ ૪૦૦૦ રૂા.નો વધારો થયો હતો. અમેરીકા અને ઇરાન વચ્ચે તણાવભરી સ્થિતિને કારણે સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી રહી હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૪)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
