હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ એરપોર્ટ પર હવે ‘રેલવે સ્ટેશન’ જેવો સસ્તો ભાવ! માત્ર ₹૨૦માં સમોસા અને ₹૧૦માં ગરમાગરમ ચા, ‘ઉડાન યાત્રી કેફે’ એ મુસાફરોને મોજ કરાવી દીધી
એરપોર્ટ પર લૂંટફાટમાંથી મુક્તિ: હવે ઘરેથી જમવાનું બાંધવાની ઝંઝટ ખતમ, સરકારના ‘ઉડાન મિશન’ હેઠળ મુંબઈ T2 ટર્મિનલ પર શરૂ થઈ ખાસ સુવિધા

મુંબઈ:: જો અમે તમને કહીએ કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમને ૧૦ રૂપિયામાં ચા અને ૨૦ રૂપિયામાં સમોસા મળશે, તો કદાચ તમને મજાક લાગશે. પરંતુ હવે આ વાત હકીકત બની છે. એરપોર્ટ પર ખાદ્યપદાર્થોના આસમાને પહોંચતા ભાવોથી કંટાળેલા મુસાફરો માટે સરકારનું 'ઉડાન યાત્રી કેફે' (Udan Yatri Cafe) એક મોટા વરદાન સમાન સાબિત થઈ રહ્યું છે.
સમોસા ₹૨૦૦ના નહીં, માત્ર ₹૨૦ના!
સામાન્ય રીતે એરપોર્ટ પર એક સમોસાની પ્લેટ માટે મુસાફરોએ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી ચૂકવવા પડતા હોય છે. પરંતુ આ નવા કેફેમાં સ્થિતિ બિલકુલ અલગ છે:
• સમોસા: માત્ર ₹૨૦ માં ગરમાગરમ સમોસા.
• ચા અને પાણી: માત્ર ₹૧૦ માં ચા અને પાણીની બોટલ ઉપલબ્ધ છે.
• મેનુ: વડાપાંવ, કોફી અને સ્થાનિક નાસ્તો પણ રેલવે સ્ટેશન જેટલા જ કિફાયતી ભાવે અહીં મળશે.
ક્યાં આવેલું છે આ કેફે?
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૨ (T2) પર ચેક-ઈન વિસ્તારમાં ગેટ નંબર ૧ અને ૨ ની બિલકુલ વચ્ચે આ કેફે શરૂ કરવામાં આવ્યું છે. લોકેશન એવી રીતે પસંદ કરાયું છે કે ફ્લાઈટની રાહ જોઈ રહેલા લાખો મુસાફરો પોતાના બજેટની ચિંતા કર્યા વગર પેટપૂજા કરી શકે.
હવે ઘરેથી પોટલાં બાંધવાની જરૂર નથી
અત્યાર સુધી મોંઘવારીના ડરે ઘણા મધ્યમવર્ગીય પરિવારો ઘરેથી નાસ્તો કે જમવાનું પેક કરીને એરપોર્ટ લઈ જતા હતા. સોશિયલ મીડિયા પર આ કેફેનું મેનુ કાર્ડ વાયરલ થતા જ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે હવે એરપોર્ટ પર 'સાચો ન્યાય' મળ્યો છે.
સ્વાદ અને સ્વચ્છતા સાથે નો કોમ્પ્રોમાઈઝ
કિંમત ઓછી હોવાનો અર્થ એ નથી કે ગુણવત્તા ખરાબ હશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ પહેલ હેઠળ કેફેમાં સ્વચ્છતા અને સ્વાદ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક પણ હવે હવાઈ મુસાફરી દરમિયાન એરપોર્ટ પર લક્ઝરી ફિલિંગ સાથે સસ્તો નાસ્તો કરી શકશે.
સરકારના આ પગલાથી મુંબઈ એરપોર્ટ પર મુસાફરી કરનારા લાખો પ્રવાસીઓના ખિસ્સા પરનો બોજ હળવો થશે તે નક્કી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
