News of Saturday, 21st February 2026
યૌન શોષણના આરોપ પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો વળતો પ્રહાર: "આરોપ લગાવનાર પોતે જ હિસ્ટ્રીશીટર છે"
સનાતન ધર્મને બહારથી નહીં, અંદરથી જ ખતરો: કોર્ટે એફઆઈઆરનો આદેશ આપતા જ્યોતિષ પીઠના શંકરાચાર્યે ષડયંત્રનો આક્ષેપ કર્યો અને ફરિયાદીની વિશ્વસનીયતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે યૌન શોષણના ગંભીર આરોપો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરવાના કોર્ટના આદેશ બાદ ધર્મજગતમાં ખળભળાટ મચી ગયો છે. પોક્સો (POCSO) અને રેપ કેસ જેવી ગંભીર કલમો હેઠળ તપાસના આદેશ વચ્ચે શંકરાચાર્યે પોતાની મૌન તોડ્યું છે. તેમણે આ કેસને પાયાવિહોણો ગણાવતા દાવો કર્યો છે કે, ફરિયાદી આશુતોષ પાંડે પોતે પોલીસ રેકોર્ડમાં હિસ્ટ્રીશીટર છે અને આ બધું શંકરાચાર્ય જેવી સર્વોચ્ચ સંસ્થાને બદનામ કરવાનું એક મોટું ષડયંત્ર છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના પર લાગેલા યૌન શોષણના આરોપો અંગે કહ્યું કે, કોર્ટની પોતાની પ્રક્રિયા છે. કોર્ટે ફરિયાદ નોંધી છે અને તે નોંધાયા પછી તેની તપાસ કરશે. અમે કોર્ટને જાણ કરી છે કે આ કેસ ખોટો છે. આશુતોષ જે ફરિયાદી છે તેનું નામ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાંધલા પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલ હોવાનો દાવો કર્યો છે. તેનાથી ઘણા લોકો પોતે પીડિત છે અને કહે છે કે આશુતોષ પાંડેએ તેમની સામે ખોટા કેસ પણ દાખલ કર્યા છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વધુમાં જણાવ્યું કે, અમારા પર આરોપો એક એવા વ્યક્તિના શિષ્ય દ્વારા લગાવવામાં આવ્યા છે જે પોતાને જગદગુરુ કહે છે. એનો અર્થ એ છે કે સનાતન ધર્મને બહારના લોકોથી નહીં પણ અંદરથી ખતરો છે. જેઓ હિન્દુ ધર્મ અને શંકરાચાર્ય નામની સંસ્થાનો નષ્ટ કરવા માંગે છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "ફરિયાદ દાખલ થયા પછી તપાસ હાથ ધરવામાં આવે છે. અમે કોર્ટને રજુઆત કરી છે કે આ ખોટી ફરિયાદ છે. POCSO એક્ટની કલમ 22 માં જોગવાઈ છે કે જો કોઈ ખોટો કેસ દાખલ કરે છે તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો. તેથી જ અમે કોર્ટમાં ગયા છીએ. હવે, જ્યારે કેસ નોંધવામાં આવશે ત્યારે તપાસ હાથ ધરવામાં આવશે. આનાથી નક્કી થશે કે કેસ સાચો છે કે ખોટો.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
