News of Sunday, 22nd February 2026
યુપીમાં સામૂહિક આત્મહત્યા: એક જ પરિવારના ૫ સભ્યોના મોતથી હડકંપ

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના અમનપુર નગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા સનસનાટી ફેલાઈ ગઈ છે. વેલ્ડિંગ કામ કરતા શ્યામવીર સિંઘ (૫૦), તેમના પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યા હતા.
પાડોશીઓની જાણ બાદ પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં શ્યામવીરનો મૃતદેહ લટકતી હાલતમાં અને અન્ય સભ્યોના મૃતદેહ રૂમમાં મળી આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે, જોકે પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એન્ગલથી તપાસ કરી રહી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
