<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ગુરુગ્રામમાં લિવ-ઇન પાર્ટનરની હેવાનિયત: પ્રેમિકાના ગુપ્તાંગ પર સેનિટાઇઝર છાંટી આગ ચાંપી, નગ્ન વીડિયો બનાવી આચરી ક્રૂરતા

લગ્નના બહાને વાસના સંતોષ્યા બાદ ૧૯ વર્ષની વિદ્યાર્થિની પર લોહીલુહાણ હુમલો: માતાના એક ફોન કોલે બચાવ્યો જીવ, હેવાન શિવમની ધરપકડ

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી એક ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે હેવાનિયતની તમામ હદો વટાવતી ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ ત્રિપુરાની અને અહીંની ખાનગી યુનિવર્સિટીમાં બાયોટેકનો અભ્યાસ કરતી યુવતી પર તેના જ પાર્ટનર શિવમે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ માત્ર યુવતીને ઢોર માર માર્યો એટલું જ નહીં, પરંતુ તેના ગુપ્તાંગ પર સેનિટાઇઝર છાંટીને આગ લગાવી દીધી હતી. પીડિતા હાલ ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટનાએ ઇન્દોરના ચર્ચિત ક્રૂરતા કેસની યાદ અપાવી દીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી શિવમ છેલ્લા ત્રણ દિવસથી યુવતીનું સતત શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યો હતો. ૧૬ ફેબ્રુઆરીના રોજ આરોપીની ક્રૂરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. તેણે સ્ટીલની બોટલ અને વાસણોથી યુવતીના માથા પર પ્રહાર કર્યા હતા અને તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. હેવાને યુવતીને એવી ધમકી આપી હતી કે તે તેને એટલી ખરાબ રીતે મારશે કે તે ક્યારેય ગર્ભ ધારણ કરી શકશે નહીં. આટલું ઓછું હોય તેમ, તેણે યુવતીના નગ્ન વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
જ્યારે આરોપી રૂમમાં યુવતી પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે સંયોગવશાત પીડિતાની માતાનો ફોન આવ્યો હતો. ફોન પર પુત્રીની મરણતોલ ચીસો સાંભળીને માતાએ તુરંત પોલીસને જાણ કરી હતી. બાદશાહપુર પોલીસ જ્યારે સેક્ટર ૬૯ સ્થિત પીજી પર પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને જોયું તો યુવતી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી હતી અને શિવમ તેને માર મારી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપી શિવમની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:39 PM IST)