<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

બાપ હોય તો આવો! હાર્દિક પંડ્યાએ રમત-રમતમાં દીકરા અગસ્ત્યને આપી દીધી ₹4 કરોડની ‘ગિફ્ટ’, કિંમત જાણીને આંખો ફાટી જશે

નતાશા સાથે છૂટાછેડા છતાં પિતા તરીકે હાર્દિકે બજાવી ફરજ, રમકડાંની ઉંમરે અગસ્ત્યના નામે કરી દીધી આલીશાન લક્ઝરી SUV કાર, સોશિયલ મીડિયા પર ‘પાપા ટુ અગસ્ત્ય’ની નોટ વાયરલ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હંમેશા પોતાની શાનદાર લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે, પરંતુ આ વખતે તેણે પોતાના પુત્ર અગસ્ત્ય માટે જે કર્યું છે તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ભલે હાર્દિક અને નતાશા સ્ટેનકોવિકના રસ્તા અલગ થઈ ગયા હોય અને અગસ્ત્ય તેની માતા સાથે રહેતો હોય, પણ હાર્દિકે સાબિત કરી દીધું છે કે તેના દીકરા માટે તેના દિલમાં પ્રેમ અને સંપત્તિની કોઈ કમી નથી. હાર્દિકે તેના લાડકવાયા દીકરાને અધધ 4 કરોડ રૂપિયાની કિંમતની લક્ઝરી SUV 'લેન્ડ રોવર ડિફેન્ડર' ભેટમાં આપી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં નતાશા અને અગસ્ત્ય આ નવી નક્કોર કારની ડિલિવરી લેતા જોવા મળે છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત કારની સાથે રાખવામાં આવેલી વેલકમ નોટ હતી, જેના પર મોટા અક્ષરે 'પાપા ટુ અગસ્ત્ય' (Papa to Agastya) લખેલું હતું. આ ભેટ એવા સમયે આવી છે જ્યારે અગસ્ત્ય હજુ નાનો છે અને રમકડાંથી રમવાની ઉંમર ધરાવે છે. હાર્દિક પંડ્યાએ આ કારનું ટોપ મોડલ પસંદ કર્યું હોવાનું મનાય છે, જેની સુરક્ષા અને લક્ઝરી ફીચર્સ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
મુંબઈના પ્રખ્યાત નવનીત મોટર્સે આ કારની ડિલિવરી નતાશા અને અગસ્ત્યને આપી હતી. હાર્દિક પંડ્યા પાસે પહેલેથી જ એક ડિફેન્ડર કાર છે અને તેણે આ નવી કાર પણ પોતાના જૂના વિશ્વાસુ શોરૂમમાંથી જ ખરીદી છે. નેટિઝન્સ આ ભેટને જોઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે; કોઈ તેને પિતાનો શ્રેષ્ઠ પ્રેમ કહી રહ્યું છે, તો કોઈ અગસ્ત્યના નસીબના વખાણ કરી રહ્યું છે. હાર્દિકના આ પગલાએ સ્પષ્ટ કરી દીધું છે કે પર્સનલ લાઈફના ઉતાર-ચઢાવની અસર તે પોતાના પિતૃત્વ પર પડવા દેશે નહીં.

(1:43 PM IST)