News of Sunday, 22nd February 2026
માર્ચ ૩૧, ૨૦૨૬ સુધીમાં દેશમાંથી માઓવાદી હિંસાનો સંપૂર્ણ સફાયો થશે: અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા નકસલવાદ અને માઓવાદી હિંસાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. અમિતભાઈ શાહના જણાવ્યા અનુસાર, ભારત સરકારની મજબૂત ઈચ્છાશક્તિ અને સુરક્ષા દળોના અવિરત પ્રયાસોના પરિણામે આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશમાંથી માઓવાદી હિંસાને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.
સરકાર આતંકવાદ અને આંતરિક સુરક્ષા સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહી છે, જેના કારણે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે માઓવાદી વિચારધારા હવે અંતિમ શ્વાસ લઈ રહી છે. સરકાર માત્ર સૈન્ય કાર્યવાહી જ નથી કરી રહી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પહોંચાડીને વિકાસના દ્વાર ખોલી રહી છે.
અમિતભાઈ શાહે વધુમાં ઉમેર્યું હતું કે જે યુવાનો આડે પાટે ચડી ગયા છે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં છે, પરંતુ હથિયાર ઉપાડનારાઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. સુરક્ષા એજન્સીઓના આંકડા દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં માઓવાદી હિંસાની ઘટનાઓમાં સીતેર ટકાથી વધુનો ઘટાડો થયો છે અને ઘણા નેતાઓએ આત્મસમર્પણ કર્યું છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
