News of Sunday, 22nd February 2026
૩ માર્ચના રોજ આકાશમાં જોવા મળશે અદભૂત નજારો: ૬ અબજ લોકો બ્લડ મૂનના સાક્ષી બનશે: ચંદ્ર ૫૬ મિનિટ સુધી લાલ રંગનો દેખાશે: આ દુર્લભ ઘટના વિશ્વના મોટા ભાગના દેશોમાં દેખાશે: આ ઘટના નરી આંખે જોઈ શકાશે

ખગોળ પ્રેમીઓ માટે આગામી ૩ માર્ચનો દિવસ અત્યંત રોમાંચક બની રહેશે, કારણ કે આ દિવસે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવી જશે અને લોહી જેવો લાલ દેખાશે. આ ખગોળીય ઘટનાને બ્લડ મૂન અથવા ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્ર આશરે છપ્પન મિનિટથી વધુ સમય સુધી લાલ રંગનો દેખાશે. આ દુર્લભ ઘટના વિશ્વના મોટા ભાગના દેશોમાં દેખાશે અને પૃથ્વી પર રહેતા લગભગ છ અબજ લોકો આ અદભૂત દ્રશ્ય નિહાળી શકશે.
જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવે છે, ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર પડે છે, જેના કારણે તે લાલ રંગનો આભાસ આપે છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ ઘટનાને કોઈ પણ ખાસ ઉપકરણ વગર નરી આંખે જોઈ શકાશે.
ટેલિસ્કોપ અને બાઈનોક્યુલરની મદદથી તેને વધુ સ્પષ્ટ રીતે નિહાળી શકાશે. વિશ્વભરની વિજ્ઞાન સંસ્થાઓ આ ઘટનાના લાઈવ ટેલિકાસ્ટ માટેની પણ તૈયારીઓ કરી રહી છે, જેથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ લોકો આ નજારો માણી શકે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
