<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં ૫૯૦ કરોડનું કૌભાંડ: હરિયાણા સરકારના વિવિધ ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી

ચંડીગઢ સ્થિત આઈડીએફસી ફર્સ્ટ બેંકની શાખામાં ૫૯૦ કરોડ રૂપિયાનું મોટું બેંકિંગ ફ્રોડ સામે આવ્યું છે. આ કૌભાંડનો ભોગ હરિયાણા સરકારના વિવિધ વિભાગો બન્યા છે, જેમના ખાતા આ બેંકમાં હતા. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક સરકારી વિભાગે પોતાનું ખાતું બંધ કરીને અન્ય બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. જ્યારે બેંક બેલેન્સની ચકાસણી કરવામાં આવી, ત્યારે આંકડાઓમાં મોટો તફાવત જોવા મળ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હરિયાણા સરકારના ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. બેંકના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ કર્મચારીઓ સામે કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. હરિયાણા પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને ફાઈનાન્શિયલ ટ્રેલની તપાસ શરૂ કરી છે. 

આટલી મોટી રકમ કેવી રીતે ગાયબ થઈ અને તેમાં બેંકના કયા કયા સ્તરના કર્મચારીઓ સામેલ છે, તે જાણવા માટે ફોરેન્સિક ઓડિટની પણ મદદ લેવામાં આવશે. આ ઘટનાને પગલે સરકારી વિભાગોમાં પોતાના બેંક ખાતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે.

વડોદરામાં બેંક લોકરની સુરક્ષા પર સવાલ:

 

(2:20 PM IST)