News of Sunday, 22nd February 2026
શિખર ધવને સોનાની ઘડિયાળમાં સ્વેગ બતાવ્યો : તો દુલ્હન સોફીએ 'બાર્બી લુક'થી દિલ જીત્યા!
ગઈકાલે લગ્નના તાંતણે જોડાયું આ રોયલ કપલ : શિખરના કાંડા પર ચમકતી ₹૬૫ લાખની રોલેક્સ અને સોફીનો ગોલ્ડન લહેંગા સોશિયલ મીડિયા પર બન્યો ટોક ઓફ ધ ટાઉન

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી બિન્દાસ ઓપનર શિખર ધવને પોતાની જિંદગીની એક નવી અને ખૂબ જ સુંદર ઈનિંગની શરૂઆત કરી દીધી છે. ૨૧ ફેબ્રુઆરીના રોજ શિખર અને તેની લેડી લવ સોફી શાઈન એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાયા, જેના ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ખાસ કરીને તેમના સંગીત સમારોહમાં ગબ્બરનો અસલી 'નવાબી ઠાઠ' જોવા મળ્યો હતો. શિખરે આ ખાસ રાત્રે ૧૮ કેરેટ પીળા સોનાની 'રોલેક્સ ડે-ડેટ ૪૦' ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત અંદાજે ₹૬૫ લાખ (૬.૫ મિલિયન) હોવાનું કહેવાય છે. હાથીદાંત જેવી સફેદ શેરવાની અને મોંઘીદાટ ઘડિયાળમાં શિખરનો સ્વેગ કોઈ બોલીવુડ સુપરસ્ટાર જેવો લાગતો હતો.
બીજી તરફ, શિખરની વિદેશી દુલ્હન સોફી શાઈન સંગીત સેરેમનીમાં જાણે કોઈ પરી હોય તેવો લુક ધારણ કરીને આવી હતી. પ્રખ્યાત ડિઝાઇનર રિમ્પલ અને હરપ્રીત નરુલા દ્વારા તૈયાર કરાયેલા શેમ્પેન-ગોલ્ડ લહેંગામાં સોફી સાક્ષાત 'બાર્બી ડોલ' જેવી સુંદર લાગતી હતી. તેના લુકમાં ચાર ચાંદ લગાવવા માટે તેણે 'હઝુરી લાલ લેગસી'ના શાહી ગોલ્ડ જ્વેલરી પહેર્યા હતા. અમૃતકૌર આર્ટિસ્ટ્રીના સોફ્ટ ગ્લો મેકઅપ અને લહેરાતા વાળ સાથે જ્યારે સોફી સ્ટેજ પર આવી, ત્યારે ખુદ ગબ્બર પણ તેના પરથી નજર હટાવી શક્યો નહોતો. સોશિયલ મીડિયા પર ફેન્સ આ કપલને 'મેડ ફોર ઈચ અધર' કહીને નવાજરી રહ્યા છે.
૪૦ વર્ષીય શિખર ધવનના આ બીજા લગ્ન છે અને સોફી તેના કરતા ૫ વર્ષ નાની છે, પરંતુ બંને વચ્ચેનું બોન્ડિંગ અને ફેશન સેન્સ અદભુત જોવા મળી રહી છે. લગ્નના દરેક ફંક્શનમાં આ કપલે 'કલર કોર્ડિનેશન'નું ખાસ ધ્યાન રાખ્યું હતું. લગ્નના મુખ્ય દિવસે સોફીએ મનીષ મલ્હોત્રાનો બેસ્પોક લહેંગા પહેર્યો હતો, જેમાં તે અત્યંત ગ્રેસફુલ લાગતી હતી. આ વર્ષના સૌથી ચર્ચિત સેલિબ્રિટી લગ્નોમાં આ જોડીએ પોતાની લક્ઝરી અને સાદગીના સંગમથી એક નવો જ બેન્ચમાર્ક સેટ કરી દીધો છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
