<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ફેબ્રુઆરીમાં મે જેવી ગરમી... જમ્‍મુ કાશ્‍મીરે ગરમીનો રેકોર્ડ તોડયો

ખીણમાં મહત્તમ તાપમાન પણ સામાન્‍ય કરતાં ૮-૧૨ ડિગ્રી ઉપર

શ્રીનગર તા.૨૩: જમ્‍મુ સહિત રાજ્‍યના મેદાની વિસ્‍તારોમાં શુષ્‍ક હવામાને દિવસની ગરમીમાં વધારો કર્યો છે. ખીણમાં મહત્તમ તાપમાન પણ સામાન્‍ય કરતાં ૮-૧૨ ડિગ્રી ઉપર છે

જમ્‍મુ અને અન્‍ય મેદાની વિસ્‍તારોમાં સતત શુષ્‍ક હવામાને દિવસ દરમિયાન ગરમીમાં વધારો કર્યો છે.

ખીણના મોટાભાગના જિલ્‍લાઓમાં મહત્તમ તાપમાન પણ સામાન્‍ય કરતાં ૮ થી ૧૨ ડિગ્રી ઉપર છે. આના કારણે સામાન્‍ય રીતે ઠંડા રહેતા વિસ્‍તારોમાં તાપમાનમાં તીવ્ર વધારો થયો છે.

શ્રીનગરના હવામાન કેન્‍દ્રના જણાવ્‍યા અનુસાર, ફેબ્રુઆરીના અંત સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્‍યતા નથી. દરમિયાન, રવિવારે રાજ્‍યમાં હવામાન સ્‍વચ્‍છ રહ્યું.

રાજધાની શ્રીનગરમાં દિવસનું તાપમાન સામાન્‍ય કરતાં ૯.૭ ડિગ્રી વધીને ૨૦.૭, પહેલગામ ૧૭.૫, ગુલમર્ગ ૧૦.૦, જમ્‍મુ ૨૫.૦ અને કઠુઆ ૨૪.૦ ડિગ્રી સેલ્‍સિયસ થયું.

જોકે, રાત ઠંડી રહી. પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧.૨ ડિગ્રી સેલ્‍સિયસ, ગુલમર્ગમાં ૦.૦, શ્રીનગરમાં ૧.૭ અને ભદરવાહમાં ૩.૪ ડિગ્રી સેલ્‍સિયસ રહ્યું.

(10:00 AM IST)