News of Monday, 23rd February 2026
ટિકિટ-ફ્રોડ : ૩.૦૩ કરોડ બનાવટી અકાઉન્ટ બ્લોક
નવા નિયમ મુજબ ફક્ત આધાર કાર્ડના નંબરથી લિન્ક કરનાર જ એડ્વાન્સ અથવા તત્કાલ ટિકિટ બુક કરી શકે છે

નવી દિલ્હી તા.૨૩: ઇન્ડિયન રેલવેએ જેન્યુઇન પ્રવાસીઓને તત્કાલ અને ઍડ્વાન્સ ટિકિટ કઢાવવામાં મુશ્કેલી ન પડે અને તેમને પણ ટિકિટ મળી શકે એ માટે ઇન્ડિયન રેલવે કેટરિગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની સિસ્ટમમાંથી ૩.૦૩ કરોડ શંકાસ્પદ અકાઉન્ટ ૨૦૨૫ દરમ્યાન બ્લોક કરી દીધાં હતાં અને ટિકિટ બુક કરવા ફરજિયાત આધાર કાર્ડ નંબર લિન્ક કરવાનો નિયમ લાગુ કર્યો હતો. નવા નિયમ મુજબ ફક્ત આધાર કાર્ડના નંબરથી લિન્ક કરનાર જ ઍડ્વાન્સ અથવા તત્કાલ ટિકિટ બુક કરી શકે છે. આ પગલાને કારણે એજન્ટો જે બલ્ક બુકિગ કરતા હતા એના પર
રોક લાગી ગઈ છે. પહેલાં તેઓ બુકિગ કરતા અને બુકિગ ખૂલતાંની સાથે કેટલીક સેકન્ડોમાં જ ગાડી ફુલ થઈ જતી હતી.
આ પગલાની સાથે-સાથે IRCTCએ એની વેબસાઇટ અને મોબાઇલ એપ રેલ કનેક્ટમાં પણ કેટલાક સુધારા કર્યા છે જેમાં લોડિગ ફાસ્ટ થાય છે, મેનુ પણ જ્લદી ખૂલે છે અને લોગ ઇન માટે કેપ્ચા ફીડ કરવાનું પણ કાઢી નાખ્યું છે. ટ્રેનનું લિસ્ટિંગ પણ હવે એ જ્યારે છૂટે છે એના સમયના આધારે કરવામાં આવ્યું છે અને જો કસ્ટસ્માઇઝડ ફિલ્ટર વાપરવાના હો તો એ સુવિધા પણ ઉપલ્બધ છે.
સિસ્ટમને ટેક્રિકલી મજબૂત કરવા IRCTCએ કન્ટેન્ટ-ડિલિવરી નેટવર્ક લાગુ કર્યું છે અને ઓટોમેટેડ બુકિંગના પ્રયાસ રોકવા એન્ટિ-બોટ ટૂલ્સનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ડેવલપમેન્ટને લીધે ૪.૮૬ કરોડ શંકાસ્પદ અકાઉન્ટ રીવેલિડેશન માટે મૂકવામાં આવ્યાં છે. એ ઉપરાંત ૧૨,૮૧૯ શંકાસ્પદ ઈ-મેઇલ ડોમેન પણ બ્લોક કરવામાં આવ્યાં છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
