તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 23rd February 2026
હરિયાણા સરકારના બેન્ક ખાતામાં રૂ.૫૯૦ કરોડનું કૌભાંડ
કૌભાંડ બહાર આવ્યા પછી બેન્કે તેના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

મુંબઈ,તા.૨૩: ખાનગી ક્ષેત્રની બેન્ક IDFC ફર્સ્ટ બેન્કમાં હરિયાણા સરકારના કેટલાંક ખાતામાં રૂ.૫૯૦ કરોડનું તોતિગ કૌભાંડ થયું છે. આ અંગે ખુદ બેન્કે જ ખુલાસો કર્યો હતો. આ જંગી રકમની હેરફેરમાં બેન્કના કર્મચારીઓ અને બીજા કેટલાંક લોકો સંડોવાયેલા છે. આ કૌભાંડ બહાર આવ્યા પછી બેન્કે તેના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતાં.
વહેલી સવારે શેરબજારોને આપેલી નિયમનકારી માહિતીમાં બેન્કે ણાવ્યું હતું કે તેને આ બાબત અંગે બેંકિગ નિયમનકારી સંસ્થાને જાણ કરી છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પ્રથમ લ્લષ્ટીએ હરિયાણા રાજ્ય સરકારના ચંદીગઢ બ્રાન્ચના કેટલાંક ખાતામાં કેટલાંક કર્મચારીઓએ બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન અને ફ્રોડ પ્રવૃત્તિઓ કરી છે. આ કૌભાંડમાં અન્ય વ્યક્તિઓ, સંસ્થાઓ પણ સંડોવાયેલી હોવાની શક્યતા છે. હાલના અંદાજ મુજબ, આ કૌભાંડ રૂ.૫૯૦ કરોડનું છે અને વધુ તપાસ પછી જ અંતિમ રકમની માહિતી મળશે. કૌભાંડની વિગતો આપતા બેન્કે જણાવ્યું હતું કે હરિયાણા સરકારના એક વિભાગે IDFC ફર્સ્ટ બેંકને તેનું બેંક ખાતું બંધ કરવા અને તેમાં રહેલી બાકી રકમ બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા રિકવેસ્ટ કરી ત્યારે આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. બેન્કે આ રિકવેસ્ટને આધારે પ્રોસેસ શરૂ કરી ત્યારે તેને ખાતામાં રહેલા બેલેન્સ અને સરકારી વિભાગ દ્વારા જણાવવામાં આવેલા બેલેન્સ વચ્ચે મોટી વિસંગતતા જોવા મળી હતી. હરિયાણા સરકારના એકમોના બીજા ખાતાઓમાં પણ આવી વિસંગતતા જોવા મળી છે. બેન્કે ફ્રોડની રકમ રિકવર કરવા માટે પણ પ્રોસેસ ચાલુ કરી હતી અને કેટલીક લાભાર્થી બેન્કોને રિકોલ રિકવેસ્ટ પણ મોકલી છે, જેથી શંકાસ્પદ ખાતાઓની રકમને ફ્રીઝ કરી શકાય.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
