News of Monday, 23rd February 2026
પોસ્ટના ૩૮ કરોડ બચતખાતામાં લોકોના રૂ.૨૨ લાખ કરોડ જમા
૩.૮ કરોડ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં રૂ.૨.૨૭ લાખ કરોડની જમા રકમ છેઃ કેન્દ્રીય મંત્રી સિંધિયા : જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં પોસ્ટલ લોજિસ્ટિક્સની ડિલિવરી સુધારવા માટે ઇન્ડિયા પોસ્ટ ડ્રોનનો પણ ઉપયોગ કરશે

ગુન્ટુર,તા.૨૩: ઇન્ડિયા પોસ્ટના આશરે ૩૮ કરોડ સેવિગ્સ એકાઉન્ટ્સમાં લોકોના કુલ રૂ. ૨૨ લાખ કરોડની રકમ જમા છે, જ્યારે ૩.૮ કરોડ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાંમાં રૂ. ૨.૨૭ લાખ કરોડની જમા રકમ છે, એમ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિધિયાએ રવિવારે જણાવ્યું.
સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકીના માતા- પિતાને તેમની દીકરીના શિક્ષણ માટે ભંડોળ એકત્ર કરવા માટેની સરકાર આધારિત બચત યોજના છે. ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં સંબોધન કરતાં સિધિયાએ જણાવ્યું હતું કે, સેવા આપવામાં સુધારો લાવવા માટે ભારત પોસ્ટનું મેઈલ નેટવર્ક ઝડપથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. તેમાં કન્વેયર સિસ્ટમ, વૈજ્ઞાનિક સોર્ટિગ, રેડિયો-ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID), બારકોડ અને ક્યુઆર કોડ જેવી ટેક્રોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રાલય અને સંદેશાવ્યવહાર મંત્રી તરીકે તેમણે જણાવ્યું, ‘‘પોસ્ટ ઓફિસ સેવિગ્સ બેંકના ખાતાંની સંખ્યા લગભગ ૩૮ કરોડ છે. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં આ એક મહત્વપૂર્ણ આંક છે. દેશભરમાં ગ્રામીણ પોસ્ટ માસ્તરો દ્વારા રૂ. ૨૨ લાખ કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.'' જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં પોસ્ટલ લોજાિસ્ટિક્સની ડિલિવરી સુધારવા માટે ઇન્ડિયા પોસ્ટ ડ્રોનનો પણ ઉપયોગ કરશે. સિધિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘‘રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ''નું આહ્વાન કર્યું છે અને ઇન્ડિયા પોસ્ટ તેને શબ્દશઃ અને ભાવનાત્મક રીતે અમલમાં મૂકશે.(૪૦.૧૧)
પોસ્ટ વિભાગને રૂ.૧૦૦ના ખર્ચ સામે રૂ.૪૦ની આવક
સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશમાં પોસ્ટલ વિભાગનો ખર્ચ આશરે રૂ. ૩૫,૦૦૦ કરોડ છે, જ્યારે તેની આવક રૂ.૧૩,૦૦૦ કરોડ જેટલી છે. આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ઓફિસમાં પાર્સલ અથવા ટપાલ આવતા વિભાગે રૂ. ૧,૮૦૦ કરોડના ખર્ચ સામે રૂ. ૬૦૦ કરોડની આવક નોંધાવી હતી, જ્યારે આ વર્ષે આવક વધીને આશરે રૂ. ૮૫૦ કરોડ થઈ છે. પોસ્ટ વિભાગ રૂ.૧૦૦ના ખર્ચ સામે રૂ.૪૦ની આવક મેળવી રહ્યો છે. દેશ ભરમાં ૧.૬૫ લાખ પોસ્ટ ઓફિસ અને ૪.૫ લાખ કર્મચારી છે. અગાઉ એક લાખ પોસ્ટ ન હતા, પરંતુ હવે આવી પોસ્ટઓફિસની સંખ્યા ઘટીને માત્ર ૧૫૦૦ થઈ છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
