News of Monday, 23rd February 2026
બુલીયન માર્કેટમાં તેજી યથાવતઃ ચાંદીમાં વધુ ૫૦૦૦ અને સોનામાં ૧૬૦૦ રૂા.નો ઉછાળો
હાજરમાં ચાંદીના ભાવ વધીને ર,૭૩,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૩,૬૦૦ રૂા. થયા રાજકોટ, તા., ર૩: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે તેજીનો દોર જારી રહયો છે. ચાંદીમાં વધુ ૫૦૦૦ અને સોનામાં ૧૬૦૦ રૂા. નો ઉછાળો થયો છે.

બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે ચાંદીમાં વધુ ૫૦૦૦ રૂા.નો ભાવધારો થયો હતો. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૬૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૭૩,૦૦૦ રૂા. થયા છે. ગત સપ્તાહના છેલ્લા દિવસોમાં ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા. વધ્યા હતા. આજે વધુ પ,૦૦૦ રૂા. નો ભાવવધારો થયો હતો.ચાંદીની સાથે સોનામાં પણ ભાવો વધ્યા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે આજે સોનામાં ૧૬૦૦ રૂા. વધ્યા હતા. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૨,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૩,૬૦૦ રૂા. થયા છે. ગત સપ્તાહમાં સોનામાં પણ ૪૦૦૦ રૂા.નો વધારો થયો હતો. અમેરીકા અને ઇરાન વચ્ચે તણાવભરી સ્થિતિને કારણે સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી રહી હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
