<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

જંગલેશ્વરમાં ડિમોલીશન ચાલુ થાય એ પહેલા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ‘ધોકો' ધારણ કરી પેટ્રોલીંગમાં નીકળ્‍યા

જંગલેશ્વરમાં સવારે મેગા ડિમોલીશન શરૂ થાય એ પહેલા વહેલી સવારે ખુદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ધોકા સાથે પેટ્રોલીંગમાં નીકળ્‍યા હતાં અને બંદોબસ્‍તમાં રહેલા તમામને મહત્‍વની સુચનાઓ આપી હતી. તેમની સાથે જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ સહિતના અધિકારીઓ જોડાયા હતાં. સાથે પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા સહિત જોડાયા હતાં જે પ્રથમ તસ્‍વીરમાં અને બીજી તસ્‍વીરોમાં અર્ધ લશ્‍કરી દળ, એસઆરપી જવાનો પણ જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:43 PM IST)