News of Monday, 23rd February 2026
શાહી લગ્ન માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડા
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ૨૬ ફેબ્રુઆરીનાં રોજ ઠાઠમાઠ સાથે લગ્ન કરશે

ઉદયપુર, તા.૨૩: ફિલ્મી દુનિયાની સૌથી ચર્ચિત જોડી એટલે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનાં લગ્નની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે. કપલ આ દિવસોમાં તેનાં લગ્નની ખબરોને કન્ફર્મ કરતા ફેન્સ માટે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. રશ્મિકા અને વિજયે તેમનાં ફેન્સનો આભાર માનતા કહ્યું કે, અમારા સંબંધો ઓફિશિયલી થાય તે પહેલાં જ ફેન્સે ‘વિરોશ' નામ આપ્યું હતું. લગ્નનું એલાન કર્યા બાદ હવે કપલ ફંક્શન્સ માટે ઉદયપુર પહોંચી ગયા છે. કપલ ૨૬ ફેબ્રુઆરીનાં રોજ ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ કરશે.
પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં રશ્મિકા અને વિજય ઉદયપુરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. વિજય ક્લાસી લુકમાં સફેદ શર્ટ, બ્લેક બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો. સનગ્લાસની સાથે તેનો સિગ્નેચર સ્ટાઇલમાં પાપારાઝીને મસ્ત સ્માઇલ આપી, જ્યારે રશ્મિકાનાં ચહેરા પર મસ્ત ગ્લો જોવા મળ્યો. એક્ટ્રેસ ચારકોલ ગ્રે પેન્ટસૂટમાં મસ્ત લાગી રહી હતી. હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું હતું.
આ લગ્નને ખાસ બનાવવા માટે એક નામ રાખવામાં આવ્યું છે, જે છે- ધ વેડિંગ ઓફ વીરોશ. આ નામ કોઈ વેડિંગ પ્લાનરે નહીં, પરંતુ તેનાં ફેન્સે આપ્યું છે. કપલે લેટેસ્ટમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, જ્યારે અમે અમારા સંબંધો માટે કંઈ નક્કી નહોતું કર્યું ત્યારથી જ ફેન્સે વીરોશ નામ આપ્યું છે. આ કારણે લગ્નને પણ આ નામથી જોડીને ફેન્સને ખાસ સન્માન આપવામાં આવ્યું છે.
બંનેની પ્રેમ કહાણી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. આમ, તમને જણાવી દઈએ કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડ ફિલ્મોના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. તેઓ છેલ્લા સાત વર્ષથી સાથે છે. જોકે, બંને તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. ચાહકો હજુ પણ તેમના લગ્નની સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે. બંને એકબીજા સાથે ઘણીવાર સમય વિતાવતા જોવા મળે છે. આ વર્ષે ઓગસ્ટમાં તેમને ન્યૂયોર્કમાં ૪૩મી ઇન્ડિયા ડે પરેડમાં સાથે હાજરી આપી હતી. રશ્મિકા હાલમાં આયુષ્માન ખુરાના સાથે થમ્મા અને કુબેરામાં વ્યસ્ત છે
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
