<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

અફઘાનિસ્‍તાન પર પાકિસ્‍તાનનો પ્રચંડ હવાઈ હુમલોઃ ૮૦ના મોતઃ પાકિસ્‍તાનનો મોટો દાવો

તાલિબાન શાસકો લાલચોળ, કહ્યું: ‘આ સાર્વભૌમત્‍વ પર સીધો હુમલો છે, પરિણામ ભોગવવા તૈયાર રહેજો' : પાકિસ્‍તાની વાયુસેનાના ફાઈટર જેટસે મધ્‍યરાત્રિએ TTPના સાત અડ્ડાઓ પર વરસાવ્‍યો કહેર

ઈસ્‍લામાબાદ, તા.૨૩: પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેના સંબંધો હવે યુદ્ધ જેવી સ્‍થિતિમાં ફેરવાઈ ગયા છે. પાકિસ્‍તાની વાયુસેનાએ અડધી રાત્રે અચાનક અફઘાનિસ્‍તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાનના સાત મુખ્‍ય અડ્ડાઓ પર પ્રચંડ બોમ્‍બમારો કર્યો છે. આ ઓપરેશન એટલું આક્રમક હતું કે માત્ર ગણતરીની મિનિટોમાં ૮૦ થી વધુ આતંકીઓ ઠાર થયાના અહેવાલ છે. પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સીઓના ઈનપુટના આધારે નંગરહાર, પક્‍તિકા અને ખોસ્‍ત પ્રાંતમાં આ હુમલા કરવામાં આવ્‍યા હતા, જેના કારણે સમગ્ર સરહદી વિસ્‍તારમાં અફરાતફરી મચી ગઈ છે.

આ હુમલા બાદ અફઘાનિસ્‍તાનની તાલિબાન સરકાર ગુસ્‍સાથી લાલચોળ થઈ ગઈ છે. તાલિબાનના પ્રવક્‍તાએ આ ઘટનાને દેશની સાર્વભૌમત્‍વનું ઘોર ઉલ્લંઘન ગણાવતા પાકિસ્‍તાનને ખુલ્લી ચેતવણી આપી છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્‍તાની સેનાએ માત્ર આતંકીઓને જ નહીં પરંતુ નાગરિક વિસ્‍તારો અને ધાર્મિક સ્‍થળોને પણ નિશાન બનાવ્‍યા છે. તાલિબાને સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું છે કે, અમે ચૂપ બેસીશું નહીં, આ હુમલાનો બદલો યોગ્‍ય સમયે અને યોગ્‍ય રીતે લેવામાં આવશે અને પાકિસ્‍તાને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

પાકિસ્‍તાનનો આરોપ છે કે ૨૦૨૧માં અફઘાનિસ્‍તાનમાં તાલિબાન શાસન આવ્‍યા બાદ પાકિસ્‍તાનમાં આતંકી હુમલાઓમાં ૭૦% જેટલો તોતિંગ વધારો થયો છે. પાકિસ્‍તાની સુરક્ષા એજન્‍સીઓનું માનવું છે કે વ્‍વ્‍ભ્‍ ના આતંકીઓ અફઘાનિસ્‍તાનની ધરતી પર મહેમાન બનીને રહે છે અને ત્‍યાંથી પાકિસ્‍તાન વિરુદ્ધ કાવતરાં ઘડે છે. પાકિસ્‍તાને વારંવાર પુરાવા આપવા છતાં તાલિબાન સરકારે કોઈ પગલાં ન ભરતા અંતે વાયુસેનાએ ફિત્‍ના અલ-ખ્‍વારિજ વિરુદ્ધ આ મોટી કાર્યવાહી કરવી પડી છે.

(3:10 PM IST)