<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

૨૪ કલાકમાં ક્રિપ્‍ટો રોકાણકારોએ રૂ. ૭.૨૬ લાખ કરોડ ગુમાવ્‍યા

બિટકોઈનનો ભાવ ૫% ઘટીને ડોલર ૬૫,૦૦૦ થી નીચે આવી ગયો. બિટકોઈન પાઈ નેટવર્ક કોઈન ૭% ઘટ્‍યો

નવી દિલ્‍હી તા.૨૩: સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી પરંતુ ક્રિપ્‍ટોકરન્‍સી બજારમાં ઘટાડો થયો. છેલ્‍લા ૨૪ કલાકમાં વૈશ્વિક ક્રિપ્‍ટો માર્કેટ કેપ લગભગ ૪% ઘટીને ડોલર ૨.૨૫ ટ્રિલિયન થઈ ગઈ, એટલે કે છેલ્‍લા ૨૪ કલાકમાં ક્રિપ્‍ટો રોકાણકારોએ ડોલર ૦.૦૮ ટ્રિલિયન (આશરે રૂ. ૭.૨૬ લાખ કરોડ) ગુમાવ્‍યા. બિટકોઈન અને પાઈ નેટવર્ક જેવા ક્રિપ્‍ટો પણ આ ઘટાડાથી બચી શક્‍યા નહીં.

સોમવારે બિટકોઈનનો ભાવ ૫% ઘટીને ડોલર ૬૫,૦૦૦ થી નીચે આવી ગયો. ભવિષ્‍યના બિટકોઈન ગણાતા પાઈ નેટવર્ક કોઈન ૭% ઘટ્‍યો. સપ્તાહના અંતે જાહેર કરાયેલા ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ૧૫% વૈશ્વિક ટેરિફ પર એશિયન બજારોએ પ્રતિક્રિયા આપતા ક્રિપ્‍ટો માર્કેટમાં ઘટાડો થયો. શુક્રવારે, યુએસ સુપ્રીમ કોર્ટે યુએસ ટેરિફ રદ કર્યો. ત્‍યારબાદ ગુસ્‍સે ભરાયેલા ટ્રમ્‍પે વિશ્વભરના લગભગ તમામ દેશો પર ફલેટ ૧૫% ટેરિફ લાદ્યો, જેનાથી આર્થિક અનિヘતિતા વધુ વધી.

ગત ૨૪ કલાકમાં બિટકોઈન અને ઇથેરિયમ બંનેમાં ઘટાડો જોવા મળ્‍યો. બિટકોઈન ૫% ઘટ્‍યો. ઇથેરિયમ ૬% ઘટ્‍યું, જ્‍યારે પાઇ નેટવર્ક કોઇન ૭% ઘટ્‍યું. મુખ્‍ય અલ્‍ટકોઇન્‍સ પૈકી, XRP, BNB, સોલાના, ટ્રોન, ડોગેકોઇન, કાર્ડાનો અને હાઇપરલિક્‍વિડ ૮% સુધી ઘટ્‍યા.

સોમવારે ક્રિપ્‍ટોની સ્‍થિતિમાં થોડો સુધારો થયો હોય તેવું લાગ્‍યું. બપોરે ૧૨:૩૦ વાગ્‍યે, બિટકોઇન ૩% થી વધુ ઘટીને ઼૬૫,૭૯૦ પર, ઇથેરિયમ લગભગ ૫% ઘટીને ડોલર ૧૮૮૦ પર અને રિપલ લગભગ ૪% ઘટીને ડોલર ૧.૩૬ પર ટ્રેડ કરી રહ્યું હતું. પાઇ નેટવર્ક કોઇન ૫% થી વધુ ઘટીને ડોલર ૦.૧૫૮૦ પર હતો.

(3:11 PM IST)