News of Monday, 23rd February 2026
જિંદાલ સ્ટેનલેસે ભારતનું પ્રથમ કાટ-પ્રતિરોધક સ્ટેનલેસ સ્ટીલ સોલ્ટ કન્ટેનર વિકસાવવા માટે ઇન્ડિયન રેલ્વે સાથે ભાગીદારી કરી
આ કન્ટેનરને કારણે ડ્યુરેબિલિટી વધે છે, મેન્ટેનન્સ ઘટે છે અને સસ્ટેનેબલ બલ્ક સોલ્ટ ટ્રાન્સપોર્ટેશનને સપોર્ટ મળે છે

મુંબઇ તા.૨૩: ભારતના અગ્રણી સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદક જિદાલ સ્ટેનલેસે, ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સના મોડર્નાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતીય રેલ્વે માટે સોલ્ટ ટ્રાન્સપોર્ટ માટે દેશનું પ્રથમ સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનર ડેવલપ કર્યું છે. સોલ્ટ ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ વધુ ડ્યુરેબલ અને સસ્ટેનેબલ ફ્રેઇટ ઓપરેશન્સ તરફ એક અગ્રણી પગલું છે. આ પ્રોટોટાઇપ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬નાં રોજ ગુજરાતના ગાંધીધામના ભીમાસર ખાતે લોડિગ અને અનલોડિગ ટ્રાયલ હેઠળ સફળતાપૂર્વક પસાર થયું, જે ઇનોવેટીવ અને ફયુચર-રેડી લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ સાથે સરકારની સક્રિય ભાગીદારી અને પોટેન્શિયલ કમર્શિયલ એડોપ્શન તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
૨૦ ફૂટના સોલ્ટ કન્ટેનરને સંપૂર્ણપણે સ્ટેનલેસ સ્ટીલમાં બનાવવામાં આવ્યું છે, જેમાં તેના તમામ સ્ટ્રક્ચરલ અને લોડ-બેરિંગ કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. જિંદાલ સ્ટેનલેસે કન્ટેનર બોડી માટે સ્ટેનલેસ સ્ટીલ ૩૦૪ ગ્રેડનો ઉપયોગ કર્યો છે, જે ક્લોરાઇડ-રીચ વાતાવરણમાં તેના શ્રેષ્ઠ કાટ-પ્રતિરોધક માટે જાણીતું છે, જ્યારે JT ગ્રેડ (BIS 6911 મુજબ ફ૭), તેની હાઇ-સ્ટ્રેન્થ અને વેઇટ-ઓપ્ટિમાઇઝેશન માટે માન્ય છે, તેને બાહ્ય સ્ટિફનર્સ અને અંડરફ્રેમ કમેપોનેન્ટ્સ માટે ઉપયોગમાં લેવાયું છે.
આ ડેવલપમેન્ટ અંગે વાત કરતા, જિદાલ સ્ટેનલેસના મેનેજિગ ડિરેક્ટર, શ્રી અભ્યુદય જિદાલે જણાવ્યું હતું કે, સોલ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં કાટને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે વારંવાર સમારકામ, પ્રીમેચ્યોર એસેટ ફેલ્યોર અને નોંધપાત્ર સંસાધનો વેસ્ટ થાય છે. આ તમામ સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગ દ્વારા અસરકારક રીતે ઉકેલી શકાય તેવા પડકારો છે. ભારતનું કન્ટેનર માર્કેટ સતત વૃદ્ધિ પામી રહ્યું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપાન્શન, પોર્ટ આધારિત ડેવલપમેન્ટ્સ અને વધતી જતી બલ્ક કોમોડિટી મુવમેન્ટ દ્વારા પ્રેરિત છે. આ સેક્ટરને એવા મટિરીયલ્સની જરૂર છે, જે લોંગ-ટર્મ સસ્ટેનેબિલિટી સુનિヘતિ કરતી વખતે કપરી ઓપરેટિગ પરિસ્થિતિઓનો સામનો કરી શકે. ઇન્ડિયન રેલ્વે માટે સ્ટેનલેસ સ્ટીલ સોલ્ટ કન્ટેનર વિકસાવવાનો અમને ગર્વ છે, જે ફયુચર-રેડી સોલ્યુશન્સ પહોંચાડવા અને મેક ઇન ઇન્ડિયા વિઝનને ટેકો આપવાની અમારી સતત પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
