News of Tuesday, 24th February 2026
રિલાયન્સના ધરોહર સમા કોકિલાબેન અંબાણીનો જન્મ દિવસ...
૯૩માં વર્ષમાં મંગલ પ્રવેશ, શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા કોકિલાબેનને ચોમરે થી શુભેચ્છા સામાન્ય ગૃહિણીમાંથી પરીવારમાં માતૃત્વની ધરી બન્યા પરીવારની એકતા અને પરંપરાનો આધાર એટલે કોકિલાબેન ધીરુભાઈ ઘણીવાર કહેતા કે ‘‘મારી સફળતાની પાછળ કોકિલાબેનની સહનશીલતા છે.'' આજે પણ મુકેશ અંબાણી જાહેરમાં કહે છે કે ‘‘અમારી માતા અમારા જીવનની સૌથી મોટી પ્રેરણા છે ''

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધરોહર સમા કોકિલાબેન અંબાણીનો આજે જન્મ દિવસ છે તેમના આ જન્મ દિને કુટુંબીજનો અને સમગ્ર રિલાયન્સ પરીવાર માં થી તેમના ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણીને આજે ઓળખની જરૂર નથી તેમના જીવન ની એક ઝલક જોઈએ તો, ૨૪ મી ફેબ્રુઆરી ૧૯૩૪ ના રોજ જન્મ
તેઓ એક સામાન્ય ગુજરાતી પરિવારમાં ઉછર્યા. બાળપણથી જ તેઓ શિસ્ત, સંસ્કાર, સાદગી અને પરિવાર પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતા રહ્યા,તે સમયના સમાજમાં મહિલાઓ માટે શિક્ષણ અને સ્વતંત્રતા મર્યાદિત હતી, છતાં કોકિલાબેને ઘર-પરિવાર સંભાળવાની સાથે મજબૂત નિર્ણયક્ષમતા વિકસાવી.
કોકિલા બેનના લગ્ન ૧૯૫૫માં ધીરુભાઈ અંબાણી સાથે થયા, પરંતુ લગ્ન પછીનું તેમનું જીવન સરળ નહોતું, મુંબઈમાં નાનું ઘર, આર્થિક તંગી, ધીરુભાઈ નો વ્યવસાયિક સંઘર્ષ, આ સમય દરમિયાન કોકિલાબેન ઘરના પાયા સમાન હતા, તેમણે પરિવારને એકસાથે રાખ્યો પતિને હિંમત આપી,બાળકોમાં આત્મવિશ્વાસ અને મહેનતની ભાવના ભરી. અને આ ને લઈને ધીરુભાઈ ઘણી વાર કહેતા ઘણીવાર કે ‘‘મારી સફળતાની પાછળ કોકિલાબેનની સહનશીલતા છે.''
કોકિલાબેનની માતા તરીકેની ભૂમિકા જોઈએ તો, કોકિલા બેનના ચાર સંતાનો છે મુકેશ અંબાણી,અનિલ અંબાણી નીના કોઠારી,દીપ્તિ સલગાઓકર.. માતા તરીકે કોકિલાબેને શિસ્ત અને સંસ્કાર પર ભાર મૂક્યો,ભૌતિક સુખ કરતાં મૂલ્યોને મહત્વ આપ્યું,બાળકોને જમીન સાથે જોડાયેલા રહેવા શીખવ્યા,આજે પણ મુકેશ અંબાણી જાહેરમાં કહે છે કે ‘‘અમારી માતા અમારા જીવનની સૌથી મોટી પ્રેરણા છે.''
અત્રે ઉલ્લેખનીય છે કે તેમના બંને પુત્રો ૧.મુકેશ અંબાણી ( કે જેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના અધ્યક્ષ છે )૨ અનિલ અંબાણી (કે જેવો રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ છે) ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ પરિવાર પર મોટું સંકટ આવ્યું.
મુકેશ ભાઈ અને અનિલ ભાઈ વચ્ચે વ્યવસાયિક મતભેદ ઊભા થયા. આ સમયે કોકિલાબેન અંબાણી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકામાં આવ્યા, બંને ભાઈઓ વચ્ચે મધ્યસ્થતા કરાવી,પરિવાર તૂટે નહીં તે માટે સતત પ્રયાસ અંતે રિલાયન્સ ગ્રુપનું વ્યવસ્થિત વિભાજન કરાવ્યું તેમની સમજદારીના કારણે પરિવારની ઇજ્જત બચી જાહેર વિવાદ વધુ ન વધ્યો આ ઘટના પછી તેઓ ‘‘અંબાણી પરિવારની આધારશિલા'' તરીકે ઓળખાયા, આજે પણ કોકિલાબેન પરીવાર ના આધારસ્તંભ ગણાય છે .
કહેવાય છે કે કોકિલાબેન પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં વિશાળ શેર હોલ્ડિંગ છે, જેના કારણે તેમનું અંદાજિત નેટવર્થ કરોડો રૂપિયાં નું છે, તેઓ મુખ્યત્વે મુંબઈમાં વસે છે અને પોતાની પરંપરાગત જીવનશૈલીનું પાલન કરે છે, પૌષ્ટિક ગુજરાતી ભોજન અને મંદિરોની યાત્રા સાથે, જીવન વિતાવે છે,
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ જેવી આરોગ્ય સેવાઓ અને ચેરિટેબલ ઇનિશિયેટિવ્સ સાથે પણ જોડાયેલા છે , તાજેતરમાં જ કોકિલા બેનને તેમના પૌત્ર વિક્રમના લગ્નમાં ગુજરાતી ગીતો ગાતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આના ઉપર થી તો એટલું ચોક્ક્સપણે કહી શકાય કે શક્તિશાળીસ્ત્રી હંમેશાં મંચ પર હોવી જરૂરી નથી ,ક્યારેક તે પડદાની પાછળથી ઇતિહાસ ઘડે છે.
આજે ૨૪ મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોકિલાબેન અંબાણી યશસ્વી કારકિર્દીના ૯૨ વર્ષ પૂર્ણ કરી ૯૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
