News of Tuesday, 24th February 2026
iPhone 18 Pro ડીપ રેડ કલરમાં આવી શકે છે
ઓરેન્જ કલર લોકપ્રિય થતાં કંપની નવા શેડ ઉપર કરી રહી છે કામ

નવી દિલ્હી, તા.૨૪: એપલ હવે iPhone 18 Pro અને iPhone 18 Pro Max મોડલ્સને ડીપ રેડ કલરમાં લોન્ચ કરવાનું વિચારી રહી હોવાની ચર્ચા છે. આ માટે હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ચીન અને ભારતમાં iPhone 17 Pro અને Pro Maxના ઓરેન્જ કલરની સફળતા બાદ આ પગલું ખાસ કરીને લેવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એપલ પહેલાં એન્ટ્રી મોડલ માટે રંગબેરંગી મોડલ રજૂ કરતું હતું, પરંતુ હવે હાઇ-એન્ડ ડિવાઇસિસ માટે વધુ ચમકદાર રંગો રજૂ કરવામાં આવે એવું પ્લાનિંગ છે.
iPhone 18 Pro ઘણાં કલરમાં આવવાની સંભાવના છે. આ મોડલમાં ડીપ રેડની સાથે Cosmic Orange પણ સામેલ હશે. આ સાથે જ પર્પલ અને બ્રાઉન રંગને પણ લોન્ચ કરવામાં આવે એવી શકયતા છે. બાકીના કલર હજી ચર્ચામાં છે, પરંતુ એપલ દ્વારા ડીપ રેડના વિવિધ શેડ્સ પર કામ ચાલી રહ્યું છે
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
