News of Tuesday, 24th February 2026
જંગલેશ્વર ગુનેગારોનો અડ્ડો બની ગયુ હતુ : હર્ષભાઈ સંઘવી
ગુનેગારો અને ટપોરીગીરી કરતા લોકોએ અનેક પ્લૉટ પર કબજો કરીને મકાન ભાડે આપ્યાં હતાં

અમદાવાદ, તા.૨૪: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલિશનની મોટી કાર્યવાહી અંગે વિગતો આપતા ગળહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર લાંબા સમયથી ગુનેગારોનો સુરક્ષિત અડ્ડો બની ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે અહીં મોટાભાગના લોકો ગેરકાયદેસર કબ્જા કરી પ્લોટ ભાડે આપતા હતા અને અનેક અસામાજિક તત્વો અહીં આશ્રય લેતા હતા.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લેવાયેલા આ પગલાં હેઠળ ટૂંકા ગાળામાં જ ૧૯ કુખ્યાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ખૂન કેસના ૮, મારામારીના ૬૮, દુષ્કર્મના ગુનેગારો તેમજ ગેરકાયદે મંડળી રચનારા ૮૦થી વધુ શખ્સોનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, આ વિસ્તારમાંથી ૪૭૨ કિલો ગાંજો અને ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા ૮ આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ફેઝ-૧ ની આ ડિમોલિશન કામગીરી જલ્દી જ પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી સામાન્ય નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં રહી શકે.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના જંગલેશ્વરને ગુનેગારોનો અડ્ડો ગણાવ્યો હતો. જંગલેશ્વર ખાતે થયેલા ડિમોલિશન વિશે કહ્યું, રાજકોટનું જંગલેશ્વર અનેક ગુનેગારોનો અડ્ડો બની ગયું. અનેક લોકો ભાડે રહેતા હતા. ગુનેગારો અને ટપોરીગીરી કરતા લોકોએ અનેક પ્લૉટ પર કબજો કરીને મકાન ભાડે આપ્યાં હતાં. જે લોકો પોતે રહેતા હતા તેમણે આલિશાન ત્રણ-ચાર માળનાં મકાન બનાવ્યાં હતાં. મોટા બંગલાઓ પણ નાના દેખાય તેવી વ્યવસ્થાઓ અનેક લોકોએ કરી હતી. રાજકોટના નાગરિકો માટે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.(૨૩.૨૫)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
