તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 24th February 2026
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે છોડ્યો ટીમનો સાથ : ઘરે પરત ફરવું પડ્યું :રિન્કુના પિતા અચાનક બીમાર પડ્યા
રિન્કુસિંહને અચાનક તેના પિતાની તબિયત બગડવાના સમાચાર મળ્યા અને તેને કેમ્પ છોડીને ઘરે પાછા ફરવું પડ્યું

ભારતના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ઘરે પરત ફર્યો છે. રિંકુની વિદાય ભારતીય ટીમ માટે એક મોટો ફટકા સમાન છે. રિંકુના પિતાની તબિયત અચાનક બગડી છે અને તેના કારણે તેને ઘરે પાછા ફરવું પડ્યું છે. રિંકુ ભારતીય ટીમમાં ક્યારે જોડાશે તે અંગે કોઈ માહિતી નથી.
રિંકુ ઝિમ્બાબ્વે સામેની મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયા સાથે ચેન્નાઈમાં હતો. જોકે, તેને અચાનક તેના પિતાની તબિયત બગડવાના સમાચાર મળ્યા હતા અને તેને કેમ્પ છોડીને ઘરે પાછા ફરવું પડ્યું. ભારતીય ચાહકોની એ જ પ્રાર્થના હશે કે રિંકુના પિતાની તબિયત વધુ બગડે નહીં અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય.
રિંકુના પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અહેવાલો અનુસાર, તેમને સ્ટેજ 4 લીવર કેન્સર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વેન્ટિલેટર પર છે. રિંકુએ 24 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી ન હતી. 2026 T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની બીજી સુપર 8 મેચ પહેલા તે ભારતીય ટીમમાં જોડાય તેવી શક્યતા છે.
2026ના T20 વર્લ્ડ કપમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ તેને ઘણી તકો પણ મળી નથી. રિંકુએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ફક્ત 24 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર નામિબિયા સામે 11 રનની ઇનિંગ સાથે આવ્યો હતો.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
