હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું NOTAના વિકલ્પથી ‘ક્વોલિટી' નેતાઓ ચૂંટાયા છે?: સુપ્રીમનો સવાલ
સૌથી વધુ મત મળવા છતાં NOTA બેઠક ભરી શકતો નથીઃ ચૂંટણીમાં મતદાનને ફરજિયાત બનાવવાના પ્રયાસ કરવાનું સૂચન

નવી દિલ્હી,તા.૨૫: ચૂંટણીમાં કોઇ બેઠક પર માત્ર એક જ ઉમેવાર હોય તો પણ NOTAનો વિકલ્પ આપવાની માગણી કરતી એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે સવાલ કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં NOTAના વિકલ્પથી ચૂંટાયેલા નેતાઓની ગુણવત્તામાં સુધારો થયો છે કે નહીં. NOTAથી કોઇ બેઠક ભરી શકાતી નથી. સારા ઉમેદવારો વિજયી બને તે સુનિヘતિ કરવા માટે ચૂંટણીમાં મતદાનને ફરજિયાત બનાવવાના પ્રયાસ કરવા જોઇએ
કોઇ બેઠક પર એક જ ઉમેદવાર હોય તો પણ ફબ્વ્ખ્ના વિકલ્પ સાથે ચૂંટણી કરાવવાની માગણી કરતી એક અરજીની સુનાવણી કરતાં ચીફ જાસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બનેલી ખંડપીઠે આ સવાલ કર્યો હતો. જાહેર હિતની આ અરજીમાં જનપ્રતિધિનિ ધારા ૧૯૫૧ની એક જોગવાઈને પડકારવામાં આવી છે. આ જોગવાઈ મુજબ કોઇ બેઠક પર એક જ ઉમેદવારના કિસ્સામાં મતદારોને NOTAનો વિકલ્પ મળતો નથી. સામાન્ય રીતે કોઇ બેઠક પર એક જ ઉમેદવાર હોય તો તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. અરજીમાં તમામ ચૂંટણીમાં NOTAનો વિકલ્પ ફરજિયાત કરવાની માગણી કરાઈ છે.
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં એક સીમાચિホરૂપ ચુકાદા પછી ૨૦૧૩માં NOTA (ઉપરમાંથી કોઈ નહીં)નો વિકલ્પ શરૂ કરાયો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઇલેક્ટ્રોનિક વોટિગ મશીનો પર NOTA વિકલ્પ પૂરો પાડવાનો આદેશ આપ્યો હતો.
મંગળવારે ટૂંકી સુનાવણીમાં જાસ્ટિસ બાગચીએ સવાલ કર્યો હતો કે શું NOTAને કારણે ચૂંટાયેલા નેતાઓની ગુણવત્તામાં સુધારો થયો છે? NOTAએક ઉમેદવાર બની શકે નહીં, કારણ કે તે સૌથી વધુ મત મેળવવા છતાં એક પણ બેઠક ભરી શકતો નથી.
ખંડપીઠે જણાવ્યું હતું કે સારા ઉમેદવારો વિજયી બને તે સુનિヘતિ કરવા માટે ચૂંટણીમાં મતદાનને ફરજિયાત કરવાના પ્રયાસ કરવા જોઇએ. ચૂંટણીમાં અભણ અને મહિલાઓની સરખામણીમાં શિક્ષિત અને સમૃદ્ધ મતદારો ઓછું મતદાતા કરતાં હોવા અંગે પણ ખંડપીઠે અફસોસ વ્યક્ત કર્યો હતો.
એટર્ની જનરલ આર વેંકટરમણીએ આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આપણે ઘણી બધી કાલ્પનિક બાબતોની વિચારણા કરી રહ્યાં છે. કાયદાની આ રીતે કસોટી કરી શકાય નથી. મતદાનનો અધિકાર બંધારણીય અધિકાર છે. આ પછી સુપ્રીમ કોર્ટે આ અરજીની વધુ સુનાવણી ૧૭ માર્ચે નિર્ધારિત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
