<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

GST ઘટાડા પછી, આરોગ્‍ય વિમા પોલિસીના કદમાં ૨૫%નો વધારો

ઘણા ગ્રાહકો પ્રીમિયમ ખર્ચમાં ઘટાડો થયો હોવાથી ઉચ્‍ચ કવરેજ પસંદ કરી રહ્યા છે

મુંબઇ,તા.૨૫: ગુડ્‍સ એન્‍ડ સર્વિસીસ ટેક્‍સ (જીએસટી) ના દરમાં ઘટાડા પછી, આરોગ્‍ય વીમા પોલિસીના સરેરાશ કદમાં ૨૫%નો વધારો જોવાઈ રહ્યો છે, એમ આરોગ્‍ય વીમા કંપનીના સુત્રોએ જણાવ્‍યું હતું.

જીએસટી ફેરફાર પહેલાં, નવી  પોલિસીઓની સરેરાશ વીમા રકમ  લગભગ રૂ. ૯ લાખ હતી અને હવે તે ૧૧ લાખની નજીક છે. આમ, ૨૦-૨૫% નો વધારો થયો છે.

ઘણા ગ્રાહકો પ્રીમિયમ ખર્ચમાં ઘટાડો થયો હોવાથી ઉચ્‍ચ કવરેજ પસંદ કરી  રહ્યા છે. જો કોઈ અગાઉ પ્રીમિયમ તરીકે લગભગ ૨૦,૦૦૦ ચૂકવી રહ્યું હતું, તો જીએસટી દૂર કરવાથી ખર્ચ લગભગ રૂ.૧૭,૦૦૦-૧૮,૦૦૦ થઈ ગયો છે. ઘણા ગ્રાહકો હજુ પણ રૂ.૨૦,૦૦૦ ચૂકવવા તૈયાર છે, પરંતુ તેના બદલે ઉચ્‍ચ કવરેજ પસંદ કરી રહ્યા છે.

દર ઘટાડા બાદ, સ્‍ટેન્‍ડઅલોન હેલ્‍થ વીમા ઉદ્યોગે ઓક્‍ટોબર અને ડિસેમ્‍બર ૨૦૨૫ વચ્‍ચે માસિક પ્રીમિયમમાં વાર્ષિક ધોરણે ૩૯%ની વૃદ્ધિ નોંધાવી હતી.

(10:02 AM IST)