<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

૬૦ વર્ષના સ્‍કૂલના સંચાલકને ૨૮ વર્ષની ટીચર સાથે થયો પ્રેમઃ નેપાલ જઈને લગ્ન કર્યા

નવાઈની વાત એ છે કે સંચાલક પરિણીત છે અને તેને પત્‍ની અને દીકરી પણ છે

મુઝફફરપુર,તા.૨૫: બિહારના મુઝફફરપુર જિલ્‍લામાં એક પ્રાઇવેટ સ્‍કૂલના ૬૦ વર્ષના સંચાલક-કમ-પ્રિન્‍સિપાલ અને તેમની જ સ્‍કૂલમાં ટીચર તરીકે કામ કરતી ૨૮ વર્ષની યુવતીએ નેપાલમાં લગ્ન કરી લીધાં હતાં. રાકેશ સહા એક પ્રાઇવેટ સ્‍કૂલ ચલાવે છે અને તેમની સ્‍કૂલમાં શાઇસ્‍તા પરવીન નામની ૨૮ વર્ષની યુવતી ટીચર તરીકે કામ કરતી હતી. બાળકોને ભણાવતાં-ભણાવતાં તેમની વચ્‍ચે પ્રેમ પાંગર્યો હતો. ૧૮ ફેબ્રુઆરીએ તેઓ નેપાલના જનકપુર ધામ પહોંચ્‍યાં હતાં અને ત્‍યાં જઈને લગ્ન કરી લીધાં હતાં. લગ્નની તસવીરો સોશ્‍યલ મીડિયા પર શેર કરતાં તેમના ગામમાં હોબાળો મચી ગયો હતો. શાઇસ્‍તાના ભાઈએ ઔરાઈ ગામના પોલીસ-સ્‍ટેશને જઈને તેની બહેનનું અપહરણ કરીને લઈ જવાઈ હોવાનો કેસ નોંધાવ્‍યો હતો. નવાઈની વાત એ છે કે રાકેશ સહા પરિણીત છે અને તેને પત્‍ની અને દીકરી પણ છે. પોલીસ-કમ્‍પ્‍લેઇન થયા પછી ટીચરે વિડિયો બનાવીને જાહેર કર્યું હતું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યાં છે.

(10:04 AM IST)