<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

વડાપ્રધાન બન્‍યા બાદ મોદીજીની ઇઝરાયલની આ બીજી મુલાકાતઃ બંને દેશો વચ્‍ચે રક્ષા ક્ષેત્રે થશે મહાડીલ

૪ જુલાઈ ૨૦૧૭ બાદ હવે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬માં મુલાકાત,૧૯૯૨ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ઇઝરાયલ ગયા ન્‍હોતાઃ સુરક્ષા, ટેકનોલોજી, કૃષી અને આંતકવાદ વિરોધી સહયોગ જેવા થશે કરાર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજથી બે દિવસ ઈઝરાયલ ના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે, તેમને આવકારવા નેતન્‍યાંહું  સરકારમાં અનેરો ઉત્‍સાહ જણાઈ રહ્યો છે.

આજે વિશ્વ માં રશિયા યુક્રેન, અમેરિકા ઈરાન, ઈરાન ઇઝરાયલ જેવા અનેક દેશોમાં કાં તો યુદ્ધ ચાલી રહ્યું છે કાં તો અજંપા નો માહોલ સર્જાયો છે ત્‍યારે વડાપ્રધાન મોદી બે દિવસ ના ઇઝરાયલ ના પ્રવાસે છે, કહેવાય છે ભારત અને ઇઝરાયલ વચ્‍ચે સુરક્ષા,  આંતકવાદ સામે લડાઈ માં સહયોગ અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ જેવી નવી ટેકનિક ના સંબધો વધુ મજબૂત કરવા ઉપરાંત સાયબર સુરક્ષા, તથા આધુનિક ખેતી જેવા વિવિધ ક્ષેત્રે સહયોગ વધારવા પણ ચર્ચા થશે.

વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્ર ભાઈ ની આ બીજી મુલાકાત છે, આ અગાઉ તેવો એ ગત તા ૪ થી ૬ જુલાઈ ૨૦૧૭ દરમ્‍યાન ઇઝરાયલ ની મુલાકાત લીધી હતી, અત્રે ઉલ્‍લેખનીય છે કે ત્‍યારે તેવો ઇઝરાયલ જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્‍યા હતા.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની આ મુલાકાત વેળા એ ભારત અને ઇઝરાયલ ના સબંધો નો રોચક ઇતિહાસ જાણવો રસપ્રદ બની રહેશે,આમ તો ભારતે વર્ષ ૧૯૫૦ માં ઇરાયલ ને માન્‍યતા આપી. પરંતુ તે સમયે સંપૂર્ણ રાજનૈતિક  સંબંધો નહોતા, કારણ કે તે વેળા એ ભારતની પેલેસ્‍ટાઇન પ્રત્‍યે વધુ સહાનુભૂતિ હતી તેમજ  અરબ દેશો સાથેના સંબંધો દેશની અંદર રાજકીય અને કૂટનીતિક સંવેદનશીલતા હતી.

એટલે કે, માન્‍યતા હતી પરંતુ ખુલ્‍લો મિત્ર ભાવ નહોતો. ત્‍યાર બાદ  ૧૯૫૦ થી ૧૯૯૧ના સમયગાળા દરમિયાન દૂતાવાસ નહોતા અને બંને દેશો વચ્‍ચે સંબંધો પણ લો પ્રોફાઇલ  રહ્યા જોકે અંગત માં સુરક્ષા, ગુપ્તચર માહિતી અને સૈન્‍ય સહકાર મળતો રહ્યો હતો કહેવાય છે કે ૧૯૬૨ ના ચીન યુદ્ધ અને ૧૯૭૧ માં પાકિસ્‍તાન યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ભારતને પડદા પાછળથી મદદ કરી હતી.

ભારત અને ઇઝરાયલ વચ્‍ચે ઐતિહાસિક વળાંક આવ્‍યો ૧૯૯૨ થી , ૨૯ જાન્‍યુઆરી ૧૯૯૨ માં ભારત અને ઇઝરાયલ વચ્‍ચે સંપૂર્ણ રાજનૈતિક સંબંધો સ્‍થાપિત થયા, નવી દિલ્‍હી ખાતે ઇઝરાયલ દૂતાવાસ શરૂ થયું અને  તેલ અવિવ માં ભારતનું દૂતાવાસ  શરૂ કરાયું. ત્‍યાર બાદ વર્ષ ૧૯૯૨ થી ૨૦૧૪ દરમ્‍યાન બંને દેશો વધુ નજીક આવ્‍યા, આ સમય માં સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર,કૃષિ ટેક્રોલોજી પાણી વ્‍યવસ્‍થાપન, આતંકવાદ સામે સહયોગ જેવા કરારો સાથે ઇઝરાયલ ભારતનો મહત્‍વપૂર્ણ સંરક્ષણ ભાગીદાર બન્‍યો.

પરંતુ બંને દેશો વચ્‍ચે ઘનિષ્ઠ સંબધો ની શરૂવાત થઈ નરેન્‍દ્ર ભાઈ ના કાર્યકાળ ૨૦૧૪ પછી ૨૦૧૪ બાદ સંબંધો ખૂબ જ ખુલ્‍લા અને ગાઢ બન્‍યા.

૨૦૧૭માં ભારતીય વડાપ્રધાન મોદીએ ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત થઈ જેમાં રક્ષા, એ આઈ, સાયબર સિક્‍યોરિટી, અને એગ્રીકલ્‍ચર સહિત ના ક્ષેત્રે આગળ વધ્‍યા, ભારત અને ઇઝરાયલ વચ્‍ચેના સંબંધો શષો અને સૈન્‍ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્‍વપૂર્ણ છે કેમકે ઇઝરાયલ આજે ભારતના ટોપ ૩ ડિફેન્‍સ સપ્‍લાયર્સમાં નો એક છે.

ભારતે ઇઝરાયલ પાસેથી  એર ડિફેન્‍સ સિસ્‍ટમ્‍સ,ડ્રોન, મિસાઇલ સિસ્‍ટમ્‍સ,રડાર, ઇલેક્‍ટ્રોનિક વોર ફેર સાધનો લીધા છે . એટલું જ નહી હવે ભારત અને ઇઝરાયલ હવે ફક્‍ત ખરીદદારો દેશ નહીં, પરંતુ સાથે મળીને હથિયારો વિકસાવે છે.

ડીઆરડીઓ, ઇઝરાયલ એરોસ્‍પેસ ઇન્‍ડસ્‍ટ્રીઝ  રાફેલ એડવાન્‍સડ, જેવી સંસ્‍થાઓ સાથે જોડાયા  જેના થી ભારત ને ટેક્રોલોજી ટ્રાન્‍સફર, અને મેક ઇન ઇન્‍ડિયા  ને નવું બળ મળ્‍યું તેમજ  આયાત પર નિર્ભરતા પણ ઘટી. આજે ઇઝરાયલ ડ્રોન ટેક્રોલોજી માં વિશ્વ માં અગ્રણી છે, અને ભારત તેનો ઉપયોગ કરે છે જે કાશ્‍મીર સરહદ પર અને  ચીન સરહદ પર નજર રાખવા અને આતંકી ઘૂસણખોરી રોકવા ખૂબ જ ઉપયોગી બને છે.

આ ઉપરાંત ભારત અને ઇઝરાયલ વચ્‍ચે ઇન્‍ટેલિજન્‍સ શેરિગ,આતંકવાદી સંગઠનો અંગે ની માહિતી,શહેરી યુદ્ધ તાલીમ, સહિત ના લાભો મળે છે.

તેમજ સૈન્‍ય તાલીમ અને અનુભવ પણ મળે છે કેમકે  ઇઝરાયલ નાની જમીન અને  સતત યુદ્ધ જેવી સ્‍થિતિ માં હોય  તેથી તેમની પાસે ઝડપી પ્રતિભાવ ,હાઈ-ટેક યુદ્ધ કુશળતા ઉપરાંત ભારતીય સૈન્‍ય ઇઝરાયલ પાસેથી કાઉન્‍ટર ટેરેર ઓપરેશન સ્‍પેશિયલ ફોર્સિસ ટ્રેનિગ પણ લે છે.

મેક ઇન ઇન્‍ડિયા વિથ ઇઝરાયલ ના નારા હેઠળ હવે ઇઝરાયલ ભારતમાં ફેક્‍ટરી સ્‍થાપે છેઅને સ્‍થાનિક ઉત્‍પાદન કરે છે જેથી રોજગાર મળી રહે છે ટેક્રોલોજી ભારતમાં હોવાથી  ખર્ચ ઓછો થાય છે.

ભૌગોલિક લ્લષ્ટિ એ ઇઝરાયલ ની ઉપયોગીતા જોઈએ તો મધ્‍ય પૂર્વમાં ભારતની ‘‘આંખ અને કાન'' મનાય છે, તેલ અને ગેસ, અરબઈરાન સંઘર્ષ, આતંકી સંગઠનો વૈશ્વિક શક્‍તિઓની હસ્‍તક્ષેપ જેમાં, ઇઝરાયલ ઇન્‍ટેલિજન્‍સ માં અગ્રણી સુરક્ષા મામલે અતિ સચેત છે, ભારત માટે ઇઝરાયલ  રીઅલ-ટાઈમ જાણકારી આપતો વિશ્વસનીય ભાગીદાર ગણાય છે.

 ઇઝરાયલ સતત આતંકવાદ સામે લડતું આવ્‍યું છે અને જેના અનુભવ નો લાભ ભારત માટે સીધો ઉપયોગી છે.

અરબ દેશો સાથે સંતુલન રાખવામાં ખૂબ જ મદદગાર  ભારત ઇઝરાયલ નો મિત્ર સાથે સાથે યુ એ ઈ , સાઉદી અરેબિયા, ઈરાન નો પણ કારણ કે  ભારત એક બેલેન્‍સ ડિપ્‍લોમસી  ચલાવે છે.

ઇઝરાયલ સાથે સારા સંબંધો હોવા છતાં,ભારત પેલેસ્‍ટાઇન ને પણ સમર્થન આપે છે, અરબ દેશો સાથે વેપાર જાળવે છે, આ સંતુલન ભારતને સ્‍વતંત્ર વૈશ્વિક ખેલાડી બનાવે છે. ઇઝરાયલ ભારત માટે ફક્‍ત મિત્ર દેશ નથી, પણ ભૌગોલિક રીતે સ્‍ટ્રેટેજીક મિલ્‍કત ગણાય છે.

નરેન્‍દ્રભાઈ મોદીની કૂટનીતિ અનુસાર એક દેશનો મિત્ર એટલે બીજા દેશનો શત્રુ એવું ભારત માનતું નથી, જેની સાબિતી છે ભારત અને ઇઝરાયલ ના સબંધો કેમકે  ઈઝરાયલ ના શત્રુ દેશો માં  પેલેસ્‍ટાઇન (હમાસ),ઈરાન સિરિયા,લેબનાન નો સમાવેશ થાય છે જેની સામે ભારત ને  ભારત ને ઈરાન સાથે ગાઢ સંબંધ છે,ભારત ને પેલેસ્‍ટાઇન સાથે ઐતિહાસિક સંબંધ છે, ભારત ને સિરિયા સાથે અનેરી મિત્રતા છે.

ભારતના લેબનાન સાથે પણ ખુબજ સારા સંબંધો છે. ઇન્‍ડિયા ફર્સ્‍ટ ફોરેન પોલિસી માં માને છે, એક વાક્‍યમાં કહીએ તો  ભારત કોઈના શત્રુનો શત્રુ બનતું નથી, પણ પોતાના હિતનો મિત્ર બને છે.

નરેન્‍દ્રભાઈની ઇઝરાયલની આ મુલાકાત થી અન્‍ય દેશો ને થનાર અસર ને પણ જોઈએ તો  પેલેસ્‍ટાઇન ને ભારતનું સંતુલન વધુ સમજાશે, ઈરાન માં  ભારત સ્‍વતંત્ર ખેલાડી તરીકે સ્‍થાપિત થશે ,અરબ દેશો માર ભારત પર વિશ્વાસ વધશે, તો  પાકિસ્‍તાન ઉપર કૂટનીતિક દબાણ વધશે, ચીન ને  ટેકનોલોજી કલ ચેતવણી મળશે, અમેરિકા સાથે વ્‍યૂહાત્‍મક નજીકતા વધશે.

ઇઝરાયલ ના વડાપ્રધાન  બેન્‍જામિન નેતન્‍યાહૂ વિશે જોઈએ ,તો તેમનો જન્‍મ ૨૧ ઑક્‍ટોબર ૧૯૪૯ ના રોજ  તેલ અવિવ, ઇઝરાયલ ખાતે થયો હતો ,તેમનુ શિક્ષણ ખૂબ જ મજબૂત અને પヘમિીય છે,તેમણે અમેરિકા ખાતે અભ્‍યાસ કર્યો છે,નેતન્‍યાહૂ ની રાજકીય યાત્રા લાંબી અને અસરકારક રહી છે, ૧૯૯૬ માં તે સમયે સૌથી યુવા વડાપ્રધાન બન્‍યા.

૨૦૦૯-૨૦૨૧: લાંબો કાર્યકાળ ૨૦૨૨ પછી ફરી વડાપ્રધાન તેઓ ઈઝરાયલના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન ગણાય છે, તેમનું ઉપનામ બીબી છે,ઇઝરાયલ નો અમેરિકા સાથે મજબૂત સંબંધ તો ભારત સાથે વ્‍યૂહાત્‍મક મિત્રતા અને અરબ દેશો સાથે સંબંધોમાં હમણાં ખાસ્‍સો સુધારો જોવા મળ્‍યો છે. નેતન્‍યાહૂ ભારતને વિશ્વસનીય મિત્ર, આતંકવાદ વિરોધી ભાગીદાર અને ટેક્રોલોજી સહયોગી માને છે. એક વાક્‍ય માં કહીએ તો બેન્‍જામિન નેતન્‍યાહૂ એ એવો નેતા છે જેને સમર્થન પણ ખૂબ છે અને વિરોધ પણ  પરંતુ વૈશ્વિક રાજકારણમાં અવગણી શકાય એવા નથી.

વડાપ્રધાન મોદી અને નેતન્‍યાહુ ફક્‍ત રાજકારણ ની દ્રષ્ટિ એ નહીં, પરંતુ વ્‍યક્‍તિગત મિત્રતા ધરાવે છે,બન્ને નેતાઓમાં  રાષ્ટ્રવાદ, સુરક્ષા, અને આંતકવાદ બાબતે સરખી વિચારધારા ધરાવે છે.આમ ઘણી બાબતો બંને નેતા ઓ વચ્‍ચે સરખી છે, એટલે જ મોદી અને નેતન્‍યાહુ વચ્‍ચે ગાઢ મિત્રતા છે. 

ભારત અને ઇઝરાયલ સબંધોનો રોચક ઇતિહાસ

ભારતે ઇઝરાયલ ને ૧૯૫૦ માં આપી હતી માન્‍યતા,  ઐતિહાસિક વળાંક આવ્‍યો ૧૯૯૨થી સબંધોમાં નવી ઊંચાઈ આવી, ૨૦૧૪ પછી નરેન્‍દ્રભાઈના ઉષ્‍માભર્યા સબંધોથી ઈઝરાયલ ભૌગોલિક દ્રષ્ટિ એ ભારત માટે અતિ મહત્‍વપૂર્ણઃ મધ્‍ય પૂર્વ માં ભારતની ‘‘આંખ અને કાન''એટલે ઇઝરાયલઃ ઇઝરાયલ ભારતનો વિશ્વસનીય સૈન્‍ય મિત્રઃ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમ્‍યાન ભારતે ઇઝરાયલ પાસે થી ખરીદ્યા છે આશરે ૨૦ અરબ ડોલરના હથીયારઃ ૭૮ વર્ષ ના છે બેન્‍જામિન નેતન્‍યાહૂ અને ૭૬ વર્ષ ના છે વડાપ્રધાન મોદીઃ ઈઝરાયલ ની ડિફેન્‍સ કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે કરી રહી છે કોલોબ્રેશનઃ આત્‍મનિર્ભર ભારતની સતત આગેકૂચ

(10:39 AM IST)