હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટ, તા., રપઃ બુલીયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે ચાંદીમાં વધુ ૪૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ૪૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૭૧,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર,૭પ,૦૦૦ રૂા. થયા છે. તેજીના કારણે છેલ્લા એક સપ્તાહમાં ચાંદીમાં ૧પ,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે.ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો ચળકાટ જારી રહયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્થાનીક બજારમાં સોનામાં ર૦૦૦ રૂા. નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬ર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૪,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૬,ર૦,૦૦૦ હતા તે વધીને ૧૬,૪૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. અમેરીકા દ્વારા નવી ટેરીફ નીતીને પગલે સોના-ચાંદીના ભાવો વધી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM