હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રેન ઉપડવાની ૧૫ મિનિટ પહેલાં પણ બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે

નવી દિલ્હી તા.૨૫: નવા પ્રસ્તાવ મુજબ હવે પેસેન્જરો ટ્રેન છૂટવાની ૧૫થી ૩૦ મિનિટ પહેલાં સુધી એટલે કે ટ્રેનનો બીજો ચાર્ટ બન્યા પહેલા પોતાનું ર્બોડિંગ સ્ટેશન બદલી શકશે. હાલની વ્યવસ્થામાં આ બદલાવ માત્ર પ્રથમ રિઝર્વેશન ચાર્ટ બન્યા સુધી જ શકય છે.
રેલવે બોર્ડે આ પ્રસ્તાવને આગળ વધારવા માટે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (ક્રિસ) પાસે ટેકનિકલ શકયતાઓ અંગે રિપોર્ટ માગ્યો છે. રિઝર્વેશન સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો થયા બાદ આ સુવિધા પ્રથમ તબક્કામાં પ્રિમિયમ ટ્રેનોમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે.એ પછી નવો નિયમ લાગુ કરાશે. બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી ર્બોડિંગ સ્ટેશન બદલવાની છૂટ મળશે. આ ચાર્ટ સામાન્ય રીતે ટ્રેન ઉપડવાના આશરે ૩૦ મિનિટે બને છે. પ્રીમિયમ ટ્રેનો જેમ કે વંદે ભારત એક્સપ્રેસમાં આ સમય મર્યાદા ૧૫ મિનિટ સુધી હોઈ શકે છે.
કન્ફર્મ સીટ કેન્સલ થવાનો ડર નહીં રહે
ટ્રેન ઉપડવાની ૧૫થી ૩૦ મિનિટ પહેલા ર્બોડિંગ સ્ટેશન બદલી શકાશે. સ્ટેશન બદલવા છતાં તમારી કન્ફર્મ સીટ કેન્સલ થવાનો ડર નહીં રહે. અન્ય સ્ટેશનથી ટ્રેન પકડવા પર હવે દંડ ભરવો નહીં પડે. ‘નો-શો' મુસાફરો ઘટવાથી ખાલી બેઠકનો વધુ સારો ઉપયોગ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
