હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રણબીર કપૂરની 'રામાયણ'નો ફર્સ્ટ રિવ્યૂ આઉટ: લોસ એન્જલસમાં થયું સિક્રેટ સ્ક્રીનિંગ, દ્રશ્યો જોઈ પ્રેક્ષકો થયા મંત્રમુગ્ધ!
નિતેશ તિવારીનો માસ્ટરસ્ટ્રોક: 'રામાયણ ભાગ-૧' માં જોવા મળશે હોલીવુડ કક્ષાનું VFX અને પાવરફુલ વાર્તા; દિવાળી ૨૦૨૬ પર બોક્સ ઓફિસ હચમચાવવા તૈયાર

મુંબઈ, તા.૨૫: ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી અને સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ગણાતી રણબીર કપૂર સ્ટારર 'રામાયણ ભાગ-૧' ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડાયરેક્ટર નિતેશ તિવારીની આ ફિલ્મના 'ફર્સ્ટ કટ'નું તાજેતરમાં લોસ એન્જલસના પ્રતિષ્ઠિત 'સિનેમાર્ક પ્લેયા વિસ્ટા' ખાતે ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ સિક્રેટ સ્ક્રીનિંગમાં પસંદગીના ૧૮ થી ૬૦ વર્ષના પ્રેક્ષકોને ફિલ્મ બતાવવામાં આવી હતી અને જે પ્રતિસાદ મળ્યો છે તે સાંભળીને ચાહકોમાં રોમાંચ બમણો થઈ ગયો છે.
પ્રેક્ષકોના પ્રતિભાવ: "અદભૂત અને પ્રભાવશાળી"
રિપોર્ટ્સ મુજબ, ફિલ્મના પહેલા કટને જોનારા લોકોએ આ ફિલ્મને "સકારાત્મક" રિવ્યૂ આપ્યા છે. દર્શકો ખાસ કરીને નિતેશ તિવારીની વાર્તા કહેવાની શક્તિશાળી શૈલી અને ફિલ્મના વિશાળ કેનવાસથી પ્રભાવિત થયા હતા. હોલીવુડના ટોચના ટેકનિશિયનોની મદદથી તૈયાર કરાયેલા વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) એ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ એક ટેસ્ટ સ્ક્રીનિંગ હતું, જેનો હેતુ ફિલ્મની અસરકારકતા તપાસવાનો હતો અને તેમાં ફિલ્મ સો ટકા સફળ રહી હોવાનું મનાય છે.
તારામંડળ જેવી સ્ટારકાસ્ટ
ફિલ્મમાં રણબીર કપૂર મર્યાદા પુરુષોત્તમ 'ભગવાન રામ' ના અવતારમાં જોવા મળશે, જ્યારે દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી 'માતા સીતા' ની ભૂમિકામાં પોતાની અભિનય ક્ષમતા બતાવશે. સૌથી વધુ ચર્ચા 'રાવણ' ના પાત્રની છે, જે KGF ફેમ રોકી ભાઈ એટલે કે યશ ભજવી રહ્યો છે. આ ઉપરાંત, સની દેઓલ 'હનુમાન' તરીકે અને રવિ દુબે 'લક્ષ્મણ' તરીકે પડદા પર ધૂમ મચાવશે. કાજલ અગ્રવાલ અને રકુલ પ્રીત સિંહ અનુક્રમે મંદોદરી અને શૂર્પણખાના મહત્વના રોલમાં જોવા મળશે.
બે ભાગમાં રિલીઝ થશે મહાકાવ્ય
નિતેશ તિવારીએ આ મહાકાવ્યને બે ભાગમાં વહેંચ્યું છે. 'રામાયણ ભાગ-૧' દિવાળી ૨૦૨૬ ના અવસરે સમગ્ર વિશ્વમાં રિલીઝ થશે, જ્યારે તેનો બીજો ભાગ બરાબર એક વર્ષ પછી એટલે કે દિવાળી ૨૦૨૭ માં સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનું અજોડ સંગમ હશે તેવી પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
