હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરહદી વિસ્તાર વાવ, થરાદ અને દિયોદર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની ભિતી
જીરૂ, ઈસબગુલ, મેથી સહિતના પાકમાં નુકશાન થવાની શકયતા

નવી દિલ્હી, તા.૨૫: સરહદી વિસ્તાર વાવ, થરાદ અને દિયોદર સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
આકાશ વાદળછાયું રહેતા ખેડૂતોમાં કમોસમી વરસાદની ભીતિને કારણે ચિંતા વ્યાપી ગઈ છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે.
વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહેવાથી રવિ સિઝનના પાકોને નુકસાન થવાનો ભય છે. જો કમોસમી વરસાદ થાય તો જીરું, ઇસબગુલ અને મેથી જેવા પાકોને ભારે નુકસાન થવાની શકયતા છે. વધુ સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગચાળો આવવાની પણ ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
હાલ રવિ સીઝનમાં ખેડૂતો રાયડો અને જીરું જેવા પાકોની કાપણીમાં વ્યસ્ત છે.
અનેક ખેતરોમાં પાકની કાપણી પૂર્ણ થઈ ચૂકી છે અને પાક ખેતરમાં જ પડ્યો છે, જ્યારે કેટલાક ખેતરોમાં પાક હજુ ઉભો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, અમે દિવસ-રાત મહેનત કરીને પાક કાપી રહ્યા છીએ. અમૂલ્ય પાક હજુ ખેતરોમાં પડ્યો છે. જો આ સમયે વરસાદ પડશે તો અમારી આખી મહેનત પર પાણી ફરી વળશે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન તેમજ સહાય મળે તેવી માંગ પણ ઉઠી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
