હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉદયપુરમાં વિન્ટેજ બાઇક્સનો ‘મહાકુંભ’: માચીસથી સળગતી હેડલાઇટ અને 100 વર્ષ જૂની ટેકનોલોજી જોઈ દુનિયા દંગ!
ઓબેરોય ઉદયવિલાસમાં ઓટોમોબાઈલ પ્રેમીઓ મંત્રમુગ્ધ; કબાડમાંથી મળેલી બાઇક્સ બની કરોડોની ધરોહર, જાણો 1926ના એન્જિનિયરિંગની અજબ વાતો

ઉદયપુર | તા.25: રાજસ્થાનની ઝીલોની નગરી ઉદયપુરમાં અત્યારે ઈતિહાસ અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. 'ઓબેરોય કોન્કોર્સ ડી'એલિગન્સ 2026' (Oberoi Concours d'Elegance) ની બીજી આવૃત્તિએ વિશ્વભરના ઓટોમોબાઈલ પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા છે. શહેરના પ્રખ્યાત 'ધ ઓબેરોય ઉદયવિલાસ' ખાતે આયોજિત આ પ્રદર્શનમાં 31 એવી દુર્લભ વિન્ટેજ મોટરસાયકલો રજૂ કરવામાં આવી છે, જેની ટેકનોલોજી અને ડિઝાઈન જોઈને આધુનિક એન્જિનિયરો પણ વિચારતા થઈ ગયા છે.
માચીસથી સળગતી હેડલાઇટ: 1926નું અજાયબ મોડેલ
આ પ્રદર્શનનું સૌથી મોટું આકર્ષણ જોગીર ફોરુઘની 1926 અને 1927 મોડલની 'એ.જે. સ્ટીવન્સ' (AJS) મોટરસાયકલો છે. 1926ની આ બાઇકમાં હેડલાઇટ ચાલુ કરવા માટે કોઈ સ્વીચ નથી! તે સમયે કાર્બાઇડ અને પાણીના મિશ્રણથી ગેસ ઉત્પન્ન કરવામાં આવતો અને તેને માચીસ (મેચસ્ટિક) થી સળગાવીને હેડલાઇટ ચલાવવામાં આવતી હતી. આ બાઇકમાં કોઈ બેટરી નથી અને તેના ગિયર પણ હાથથી બદલવા પડે છે.
કબાડમાંથી કિંમતી ધરોહર સુધીની સફર
આ મોટરસાયકલોના માલિક જોગીર જણાવે છે કે જ્યારે આ બાઇક્સ તેમને મળી ત્યારે તે સાવ કબાડ જેવી હાલતમાં હતી. વર્ષોની મહેનત અને મૂળ સ્પેરપાર્ટ્સની શોધ બાદ આજે આ મશીનો ફરીથી રસ્તા પર દોડવા તૈયાર છે. આ ઐતિહાસિક મશીનોની કિંમતનો અંદાજ લગાવવો અત્યારે અશક્ય છે. પ્રદર્શનમાં 1927નું ડ્રાઇવર મોડલ પણ છે, જે વિશ્વમાં હવે માંડ 10 બચ્યા હોવાનું મનાય છે.
ભારતથી લંડન સુધીની ઐતિહાસિક સફર
પુણેના આદિલ જલ દારુખાનાવાલા અને અનિલ ભિંગારદેની બાઇક્સે પણ લોકોના ધ્યાન ખેંચ્યા છે. ખાસ કરીને 'BSA ગોલ્ડ સ્ટાર' બાઇક, જે તેની મજબૂતી માટે જાણીતી છે. આ બાઇકને ભારતથી લંડન સુધી બે વાર ચલાવીને લઈ જવામાં આવી છે. આ ઉપરાંત પ્રખ્યાત ડિઝાઇનર હફીઝ કોન્ટ્રાક્ટરની 1959 મોડલની 'સનબીમ' બાઇક પણ પ્રદર્શનમાં છે, જેને તે સમયની 'સુપરબાઇક' માનવામાં આવતી હતી.
ઈતિહાસના બે ભાગમાં પ્રદર્શન
કાર્યક્રમના ક્યુરેટર સિદ્ધરાજ સિંહના જણાવ્યા અનુસાર, બાઇક્સને બે ભાગમાં વહેંચવામાં આવી છે: 1930 પહેલાના મોડલ અને 1946 થી 1969 દરમિયાનના મોડલ. આ પ્રદર્શન નવી પેઢીને જૂના જમાનાના અદભૂત એન્જિનિયરિંગ અને ડિઝાઈનની બારીકીઓ સમજવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
