<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

BSNLના સાહેબને ‘શાહી પ્રોટોકોલ’ ભારે પડ્યો: સંગમ સ્નાનથી લઈને ટુવાલ સુધીની સેવા માટે 50 અફસરો તૈનાત કર્યા, મંત્રી લાલચોળ થતા મોટી કાર્યવાહી!

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડિરેક્ટરને ફટકારી નોટિસ અને પ્રયાગરાજના ઉચ્ચ અધિકારીની આંધ્રપ્રદેશ બદલી; વીઆઈપી કલ્ચર સામે કેન્દ્ર સરકારનું કડક વલણ

પ્રયાગરાજ:સરકારી વિભાગોમાં ચાલતા વીઆઈપી (VIP) કલ્ચર અને 'શાહી પ્રોટોકોલ' પર કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો હથોડો વીંઝ્યો છે. બીએસએનએલ (BSNL) ના ડિરેક્ટર વિવેક બંજલના પ્રયાગરાજ પ્રવાસ માટે જે પ્રકારની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, તેનો પર્દાફાશ થતા જ આખા મહકમે હડકંપ મચી ગયો છે. મંત્રીએ આ વ્યવસ્થાને 'અસ્વીકાર્ય' ગણાવી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લીધા છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ૧૯ ફેબ્રુઆરીએ ડીજીએમ (DGM) સ્તરના અધિકારી દ્વારા એક પ્રોટોકોલ લિસ્ટ જારી કરવામાં આવ્યું. આ લિસ્ટમાં ડિરેક્ટર વિવેક બંજલના પ્રયાગરાજ પ્રવાસ દરમિયાન:
સંગમ સ્નાન માટે ખાસ વ્યવસ્થા.
ભોજન અને નાસ્તાની દેખરેખ.
અરે, સાહેબના ટુવાલની વ્યવસ્થા માટે પણ અલગ અધિકારી!
આ બધી જ સુવિધાઓ માટે ૫૦થી વધુ ઉચ્ચ અધિકારીઓની ડ્યુટી લગાડવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે આ 'શાહી લિસ્ટ' વાયરલ થયું, ત્યારે લોકોએ સરકારી નાણાં અને અધિકારીઓના સમયના બગાડ પર સવાલો ઉઠાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી છે:
૧. કારણ બતાવો નોટિસ: બીએસએનએલ ડિરેક્ટર વિવેક બંજલને કારણ બતાવો નોટિસ ફટકારી ૭ દિવસમાં જવાબ માંગ્યો છે.
૨. તાત્કાલિક બદલી: આ પ્રોટોકોલ જારી કરનારા પ્રયાગરાજના પીજીએમટી (PGMT) બ્રજેન્દ્ર કુમાર સિંહની સજાના ભાગરૂપે સીધી આંધ્રપ્રદેશ બદલી કરી દેવામાં આવી છે.
૩. પ્રવાસ રદ: વિવાદ વધતા ૨૫ ફેબ્રુઆરીનો પ્રસ્તાવિત પ્રવાસ પણ રદ કરી દેવાયો છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના ટેક્સના પૈસા પર ચાલતી સંસ્થાઓમાં અધિકારીઓ પોતાની અંગત સુવિધા માટે આટલી મોટી સંખ્યામાં સ્ટાફનો ઉપયોગ કરી શકે નહીં. આ ઘટનાએ અન્ય સરકારી વિભાગોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે

(7:34 PM IST)