હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: સત્તા સંભાળતા જ પાકિસ્તાન સમર્થક સૈન્ય અધિકારીઓ પર તૂટી પડ્યા, ભારત વિરોધી ગેંગમાં ફફડાટ!
વડાપ્રધાન બનતા જ એક્શન મોડમાં રહેમાન: કટ્ટરપંથીઓ અને ભારત સાથેના સંબંધો બગાડનારા તત્વોને વીણી વીણીને બહાર ફેંક્યા; પાડોશી દેશ સાથે દોસ્તીનો નવો અધ્યાય શરૂ કરવાની દિશામાં મક્કમ ડગ

ઢાકા: બાંગ્લાદેશના રાજકીય ફલક પર પરિવર્તનની લહેર સાથે જ નવા વડાપ્રધાન તારિક રહેમાને શાસનની ધુરા સંભાળતાની સાથે જ સપાટો બોલાવ્યો છે. વડાપ્રધાન પદના શપથ લીધા બાદ તારિક રહેમાન અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે દેશમાં અરાજકતા ફેલાવનારા અને ખાસ કરીને પાકિસ્તાન તરફી ઝુકાવ ધરાવતા સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ ‘મેગા ક્લીનઅપ’ ઓપરેશન શરૂ કર્યું છે.
બાંગ્લાદેશ સૈન્યમાં લાંબા સમયથી સક્રિય એવા અધિકારીઓ કે જેઓ છૂપી રીતે પાકિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યા હતા, તેમના પર રહેમાને ગાજ પાડી છે. અનેક ઉચ્ચ અધિકારીઓને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે અથવા તેમની ધરપકડના આદેશ અપાયા છે. તારિક રહેમાનનું માનવું છે કે દેશની સુરક્ષા વ્યવસ્થામાં કટ્ટરપંથીઓનો પ્રવેશ બાંગ્લાદેશના હિતમાં નથી.
વડાપ્રધાન તારિક રહેમાનની આ કાર્યવાહી પાછળનો એક મુખ્ય હેતુ ભારત સાથેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાનો છે. અગાઉના સમયમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરનારા અને સરહદ પર તણાવ પેદા કરનારા તત્વો સામે આકરા પગલાં ભરીને તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નવું બાંગ્લાદેશ ભારતના એક વિશ્વાસુ મિત્ર તરીકે આગળ વધવા માંગે છે.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવીને અશાંતિ સર્જનારા જૂથો પર પણ સરકારે પ્રતિબંધો લાદવાની તૈયારી કરી લીધી છે. ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, રહેમાન એવા તમામ લોકો પર એક્શન લઈ રહ્યા છે જેમણે બાંગ્લાદેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ખરાબ કર્યું છે.
તારિક રહેમાનના આ ‘બિગ એક્શન’થી પાકિસ્તાન અને ભારત વિરોધી ગેંગમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ફેરફારો બાદ દક્ષિણ એશિયાના રાજકારણમાં બાંગ્લાદેશની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
