અમેરિકી સંસદમાં હંગામો: ટ્રમ્પના ભાષણ દરમિયાન ઇલ્હાન ઓમરનો પિત્તો ગયો, ‘તમે અમેરિકનોની હત્યા કરી છે!’ ના નારા લગાવી વોકઆઉટ કર્યો
સ્ટેટ ઓફ ધ યુનિયન 2026: ટ્રમ્પે સોમાલી સમુદાયને ‘લૂંટારા’ ગણાવતા ડેમોક્રેટિક સાંસદો લાલચોળ; રશીદા તલાઇબ અને ઇલ્હાન ઓમરે રાષ્ટ્રપતિને જાહેરમાં ‘જૂઠા’ કહીને સભા ગજવી

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'સ્ટેટ ઓફ ધ યુનિયન' સંબોધન દરમિયાન યુએસ કોંગ્રેસ (સંસદ) માં ભારે ડ્રામા અને હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. મિનેસોટાના ડેમોક્રેટિક સાંસદ ઇલ્હાન ઓમરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર સીધો હુમલો કરતા તેમને "જૂઠા" અને "ખૂની" ગણાવ્યા હતા. આ ઘટનાના વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહ્યા છે.
કેપિટોલ હિલ પર જ્યારે ટ્રમ્પ પોતાનું ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમણે ઇમિગ્રેશન નીતિ અને મિનેસોટાના સોમાલી સમુદાયનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર બોલતા સોમાલી સમુદાયના લોકોની સરખામણી 'લૂંટારા' સાથે કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ડેમોક્રેટ્સ સરહદ સુરક્ષાના નામે અમેરિકનોની સુરક્ષા સાથે બાંધછોડ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિના આ શબ્દો સાંભળતા જ ઇલ્હાન ઓમર અને તેમના સાથી રશીદા તલાઇબ ઉભા થઈ ગયા હતા. ઓમરે રાષ્ટ્રપતિ તરફ આંગળી ચીંધીને બૂમ પાડી હતી કે, "તમને શરમ આવવી જોઈએ! તમારી નીતિઓએ અમેરિકનોની હત્યા કરી છે." ત્યારબાદ બંને મહિલા સાંસદોએ વિરોધ પ્રદર્શન કરતા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. પાછળથી સોશિયલ મીડિયા પોસ્ટમાં ઓમરે લખ્યું કે, "ટ્રમ્પે મારા બે મતદારોની હત્યા કરી છે, તે જૂઠો છે."
ઇલ્હાન ઓમરનો જન્મ સોમાલિયામાં થયો હતો અને તેમણે બાળપણના અનેક વર્ષો કેન્યાના શરણાર્થી શિબિરમાં વિતાવ્યા હતા. ૧૯૯૫માં અમેરિકા આવ્યા બાદ તેઓ રાજકારણમાં સક્રિય થયા અને યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલી પ્રથમ સોમાલી-અમેરિકન મુસ્લિમ મહિલા બન્યા. તેઓ અમેરિકી રાજકારણમાં ટ્રમ્પ અને તેમની નીતિઓના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.
ટ્રમ્પના સંબોધન દરમિયાન રિપબ્લિકન સભ્યોએ રાષ્ટ્રપતિની વાતોને તાળીઓથી વધાવી હતી, જ્યારે ડેમોક્રેટ્સમાં રોષ જોવા મળ્યો હતો. ઓમરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું કે ટ્રમ્પની નીતિઓ જાતિવાદી છે અને તેઓ તે સમુદાયને બદનામ કરી રહ્યા છે જે અમેરિકન અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
