રમઝાન માસમાં દેશભરમાં કાશ્મીરી સફરજનની માંગમાં જબરો ઉછાળો
કોલ્ડ સ્ટોરેજમાંથી સપ્લાય શરૂ: એક બોક્સના ભાવ ૧૬૦૦ રૂપિયા બોલાયા

જમ્મુ: પવિત્ર રમઝાન માસની શરૂઆત થતાની સાથે જ સમગ્ર ભારતના બજારોમાં કાશ્મીરી સફરજનની ભારે માંગ જોવા મળી રહી છે. કાશ્મીરના સફરજન ઉત્પાદકોએ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરેલો માલ હવે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં મોકલવાનું શરૂ કર્યું છે.
નોર્થ કાશ્મીર ફ્રૂટ ગ્રોઅર્સ એન્ડ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, અત્યારે બજારમાં સફરજનની ખૂબ સારી માંગ છે, જેના કારણે ખેડૂતોને પણ યોગ્ય વળતર મળી રહ્યું છે. રમઝાન દરમિયાન ઈફ્તારમાં ફળોનું સેવન વધતું હોવાથી કાશ્મીરી સફરજન લોકોની પ્રથમ પસંદ બની રહ્યા છે.
હાલમાં ફળ બજારમાં સફરજનના એક બોક્સની કિંમત ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયાની આસપાસ બોલાઈ રહી છે. કાશ્મીરના સફરજન ઉત્પાદકો માટે આ સિઝન નફાકારક સાબિત થઈ રહી છે કારણ કે અત્યારે બજારમાં માત્ર કાશ્મીરી સફરજન જ ઉપલબ્ધ છે.
કોલ્ડ સ્ટોરેજની સુવિધાને કારણે ખેડૂતો ઓફ-સીઝનમાં પણ ફળોનું વેચાણ કરીને સારો નફો કમાઈ રહ્યા છે. સફરજનના વેપારીઓના મતે, હજુ આગામી ત્રણ મહિના સુધી આ સંગ્રહિત સફરજન બજારમાં મળતા રહેશે. આધુનિક કોલ્ડ ચેઈન સિસ્ટમને કારણે કાશ્મીરના બાગાયત ક્ષેત્રને મોટો આર્થિક ટેકો મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
