હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘વિરોશ’ના લગ્નનો ભવ્ય પ્રારંભ: ઉદયપુરમાં વિજય-રશ્મિકાની હલ્દીમાં રમાઈ ફૂલોની હોળી; કાલે સવારે ૮ વાગ્યે બે રિવાજોથી લેશે સાત ફેરા!
શાહી ઠાઠ સાથે હલ્દી સેરેમનીની પ્રથમ ઝલક આવી સામે: પીળા રંગમાં રંગાયું વિજય-રશ્મિકાનું જોરદાર કપલ; તેલુગુ અને કોડાવ સંસ્કૃતિના સંગમ સાથે થશે ભવ્ય લગ્ન

ઉદયપુર:દક્ષિણ અને ઉત્તર ભારત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ઘડી આવી ગઈ છે. ટોલીવુડનું ક્યુટ કપલ વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના (જેમને ચાહકો પ્રેમથી 'વિરોશ' કહે છે) ઉદયપુરની એક આલીશાન હોટલમાં લગ્નના બંધને બંધાવા જઈ રહ્યા છે. આજે બુધવારે યોજાયેલા તેમના હલ્દી સમારોહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ચાહકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
ઉદયપુરના ભવ્ય લોકેશન પર યોજાયેલી હલ્દી વિધિમાં માત્ર હળદર જ નહીં, પરંતુ ફૂલોની હોળી રમાઈ હોવાના અહેવાલો છે. વાયરલ ફોટામાં રંગબેરંગી ફૂલોથી ભરેલી ટોપલીઓ અને ફૂલોથી શણગારેલું સ્ટેજ જોવા મળી રહ્યું છે. રશ્મિકા અને વિજય બંને પીળા પરંપરાગત પોશાકમાં અત્યંત સુંદર દેખાઈ રહ્યા હતા. આ સમારંભમાં બંનેના નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.
આવતીકાલે એટલે કે ૨૬ ફેબ્રુઆરીએ વિજય અને રશ્મિકા સત્તાવાર રીતે એકબીજાના જીવનસાથી બનશે. લગ્ન માટે સવારના ૮:૦૦ વાગ્યાનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ લગ્ન બે અલગ-અલગ પદ્ધતિથી થશે. વિજય દેવરાકોંડાના પક્ષે તેલુગુ રીતરિવાજ અને રશ્મિકાના વતન કર્ણાટકના કોડાવ રીતરિવાજ મુજબ લગ્નની વિધિઓ સંપન્ન થશે.
લગ્ન પ્રસંગે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના અનેક સુપરસ્ટાર્સ ઉદયપુર પહોંચ્યા છે. મહેમાનોની યાદીમાં સામંથા રૂથ પ્રભુ, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા દિગ્ગજ કલાકારોના નામ હોવાની ચર્ચા છે. જોકે, આ લગ્નને ખૂબ જ ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં સોશિયલ મીડિયા પર તેમના આલીશાન ડેકોરેશનના વીડિયો અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
