હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નિર્દોષ નાગરિકોની હત્યા સહન નહીં થાય:ગાઝા શાંતિ પ્રયાસ એક નવી પહેલ:ઇઝરાયલની સંસદમાં પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 7 ઓક્ટોબરના નરસંહારના દુ:ખનો અનુભવ કરૂં છું. હમાસનું નામ લઈને વડાપ્રધાન મોદીએ આતંકવાદની વિરૂદ્ધ અવાજ બુલંદ કર્યો

વડાપ્રધાન મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચ્યા છે અને ત્યાં સંબોધન કરી રહ્યા છે.
હમાસ પર વડાપ્રધાન મોદીએ આકરા પ્રહારો કર્યા હતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 7 ઓક્ટોબરના નરસંહારના દુ:ખનો અનુભવ કરૂં છું. હમાસનું નામ લઈને વડાપ્રધાન મોદીએ આતંકવાદની વિરૂદ્ધ અવાજ બુલંદ કર્યો. તેમને કહ્યું કે નિર્દોષ નાગરિકોની હત્યા સહન કરવામાં નહીં આવે. આતંકવાદ પર ઝીરો ટોલરન્સ હોવો જોઈએ. તેની વિરૂદ્ધ દુનિયાનો અવાજ એક હોવો જોઈએ. ગાઝા શાંતિ પ્રયાસ એક નવી પહેલ છે. શાંતિનો રસ્તો હંમેશા સરળ હોતો નથી.
વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ પર બેવડું વલણ ક્યારેય સહન કરવામાં નહીં આવે. અમારી આતંકવાદ પર ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારત ક્ષેત્રીય સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત અબ્રાહમ અકોર્ડના સમર્થનમાં છે. યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે. યહૂદી સમુદાયે ભારતને સમૃદ્ધ કર્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
