હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેહરાનમાં લોહીની હોળી : સર્વોચ્ચ નેતા ખામનેઇના નિવાસસ્થાન પર આત્મઘાતી હુમલો : ૧૦૦ બળવાખોરો ઠાર!
વિદેશી એજન્સીઓના ઈશારે સત્તા ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ : તેહરાનની સડકો પર એમ્બ્યુલન્સોની કતાર

તેહરાન: ઈરાનની રાજધાની તેહરાન ગઈકાલે રાત્રે એક ભયાનક યુદ્ધનું મેદાન બની ગઈ હતી. ઈરાની સરકારના કટ્ટર વિરોધી સંગઠન 'મુજાહિદ્દીન-એ-ખલ્ક' ના લડવૈયાઓએ સીધો સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના અતિ સુરક્ષિત ગણાતા નિવાસસ્થાન અને મુખ્યાલય પર હુમલો કરી દીધો હતો. આ ‘મોતાહારી કોમ્પ્લેક્સ’માં થયેલી ભીષણ અથડામણમાં ૧૦૦ થી વધુ MEK લડવૈયાઓ માર્યા ગયા છે, જ્યારે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના પણ અનેક ઉચ્ચ અધિકારીઓ આ લોહિયાળ જંગમાં હોમાઈ ગયા હોવાના અહેવાલ છે. આ હુમલો એટલી હદે આયોજિત હતો કે બળવાખોરો ખામેનીના પુત્ર મોજતબાના નિવાસસ્થાનની એકદમ નજીક પહોંચી ગયા હતા, જેનાથી સમગ્ર ઈરાની શાસન હચમચી ગયું છે.
આ ઓપરેશનને ઈરાનના ઈતિહાસમાં MEK દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ‘ખતરનાક અને મુશ્કેલ’ હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, સોમવારે સવારની નમાજ દરમિયાન જ્યારે સુરક્ષા વ્યવસ્થા થોડી શિથિલ હતી, ત્યારે જ બળવાખોરોએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અલ-અખબારના અહેવાલ મુજબ, આ ઓપરેશન પાછળ વિદેશી ગુપ્તચર એજન્સીઓનો સીધો હાથ હોવાની શંકા છે. MEK એ દાવો કર્યો છે કે તેમના ૧૫૦ લડવૈયાઓ સુરક્ષિત રીતે પાછા ફરવામાં સફળ રહ્યા છે, પરંતુ ૧૦૦ થી વધુ સાથીઓએ ‘શહાદત’ વહોરી છે. તેહરાનના આ સંકુલમાં માત્ર ખામેનીનું કાર્યાલય જ નથી, પરંતુ દેશની ન્યાયતંત્ર અને સુરક્ષા પરિષદના મુખ્ય મથકો પણ છે, જે તેને ઈરાનનું પાવર સેન્ટર બનાવે છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ એ આ હુમલાને ટ્રમ્પ પ્રશાસન અને પશ્ચિમી તાકતોની ઉશ્કેરણીનું પરિણામ ગણાવ્યું છે. IRGC એ દાવો કર્યો છે કે તેમણે સમયસર કાર્યવાહી કરીને મોટા વિનાશને ટાળ્યો છે. બીજી તરફ, MEK એ સંયુક્ત રાષ્ટ્ર ના વિશેષ સંવાદદાતાને પકડાયેલા ૧૬ સભ્યોની યાદી સોંપી છે અને દાવો કર્યો છે કે તેહરાનની હોસ્પિટલો અત્યારે ઘાયલ સરકારી સમર્થકોથી ઉભરાઈ રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઈરાનની અંદર ખામેનીના શાસન વિરુદ્ધ આંતરિક જ્વાળામુખી ફાટવા માટે તૈયાર છે. આ હુમલા બાદ સમગ્ર તેહરાનમાં અત્યારે કરફ્યુ જેવી સ્થિતિ છે અને સુરક્ષા દળો ઘરે-ઘરે જઈને બળવાખોરોની શોધખોળ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
