હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કિશ્તવાડમાં ૩૨૬ દિવસનું ઓપરેશન: ૭ આતંકી ઠાર: સેટેલાઈટ અને ડ્રોન ટેકનોલોજી દ્વારા જેશના પોસ્ટર બોય સૈફુલ્લાહનો ખાત્મો
પહાડી વિસ્તારોમાં કાતિલ ઠંડી અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ જવાનોએ આતંકીઓનો પીછો ચાલુ રાખ્યો: આ મિશનમાં આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો

જમ્મુ: (સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. છેલ્લા ૩૨૬ દિવસથી સતત ચાલી રહેલા એક જટિલ ઓપરેશનમાં સૈન્યએ દુર્ગમ જંગલોમાં સાત ખૂંખાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઓપરેશન કિશ્તવાડના છાત્રુ વિસ્તારના અત્યંત દુર્ગમ અને ઊંચાઈવાળા પહાડી જંગલ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદનો કુખ્યાત પોસ્ટર બોય સૈફુલ્લાહ પણ સામેલ છે. અગાઉ હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી બુરાન વાની પણ માર્યો ગયો હતો, ત્યારે સૈફુલ્લાહનો ખાત્મો આતંકી નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવે છે.
આ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સી.આર.પી.એફ.ના જવાનોએ સંયુક્ત રીતે કામ કર્યું હતું. પહાડી વિસ્તારોમાં કાતિલ ઠંડી અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ જવાનોએ હિંમત હાર્યા વગર આતંકીઓનો પીછો ચાલુ રાખ્યો હતો. આ મિશનમાં આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એફ.પી.વી. ડ્રોન, સેટેલાઈટ ઈમેજરી અને અદ્યતન સંચાર પ્રણાલીઓની મદદ લેવામાં આવી હતી.
આ સાધન સામગ્રીને કારણે આતંકીઓના ચોક્કસ લોકેશન મેળવવામાં સફળતા મળી હતી. સૈન્યએ જણાવ્યું હતું કે, આ વિજય સુરક્ષા એજન્સીઓના દ્રઢ સંકલ્પ અને વીરતાનું પ્રતીક છે અને આ વિસ્તારમાં આતંકવાદ સામેની લડાઈ સતત ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
