હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરમાં 'ચિલ્લે ખુર્દ'ની વિદાય: તાપમાનમાં અસાધારણ વધારો
ચિલ્લે ખુર્દની વિદાય બાદ 'ચિલ્લે બચ્ચા'ના દસ દિવસ: આ વખતે ઠંડીને બદલે ગરમીનો પ્રકોપ વધતા લોકો ચિંતિત : ગુલમર્ગમાં ગરમીનો પારો સીધો ૧૦ ડિગ્રી ઉછળ્યો: બરફ ઓગળતા પર્યટકોમાં ચિંતા: શ્રીનગરમાં ટ્યુલિપ ગાર્ડન ખોલવાની તૈયારીઓ વચ્ચે વધતા તાપમાનને કારણે ફૂલો સમય કરતા વહેલા મુરઝાઈ જવાનો ભય

શ્રીનગર: કાશ્મીર ખીણમાં ચિલ્લે કલાં' પછી શિયાળાના બીજા તબક્કા એટલે કે 'ચિલ્લે ખુર્દ'ના અંત સાથે જ હવામાનમાં આશ્ચર્યજનક પલટો જોવા મળી રહ્યો છે. ૨૦ ફેબ્રુઆરીએ ચિલ્લે ખુર્દની વિદાય બાદ હવે ૨૧ ફેબ્રુઆરીથી 'ચિલ્લે બચ્ચા'ના દસ દિવસ શરૂ થયા છે, પરંતુ આ વખતે ઠંડીને બદલે ગરમીનો પ્રકોપ વધતા લોકોમાં ચિંતા ફેલાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગર અને જમ્મુમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે નોંધાયું છે. ખાસ કરીને પર્યટકોના માનીતા સ્થળ ગુલમર્ગમાં તાપમાન સામાન્ય કરતા ૧૦ ડિગ્રી જેટલું વધી ગયું છે, જેના કારણે પહાડો પરથી બરફ ઝડપથી ઓગળી રહ્યો છે.
હવામાનમાં આવી રહેલા ફેરફારને કારણે પ્રવાસન ઉદ્યોગ પર માઠી અસર પડવાની ભીતિ છે. ગુલમર્ગમાં સ્કીઈંગ શીખવતા ટ્રેનર્સના જણાવ્યા મુજબ, બરફ ઓગળવાને કારણે રમતોનું આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે.
બીજી તરફ, શ્રીનગરમાં આગામી મહિનાથી ટ્યુલિપ ગાર્ડન ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ વધતા તાપમાનને કારણે ફૂલો સમય કરતા વહેલા મુરઝાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.
નિષ્ણાતો આ સ્થિતિ પાછળ અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું માની રહ્યા છે. આ વર્ષે કાશ્મીરમાં શિયાળાના શરૂઆતના દિવસોમાં પણ જોઈએ તેટલી હિમવર્ષા થઈ નથી, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
