હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 26th February 2026
ઈરાનના વિદેશ મંત્રીએ નરેન્દ્રભાઈને ઈઝરાયેલ પ્રવાસમાં પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવવા અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં ઈઝરાયેલના બે દિવસીય ઐતિહાસિક પ્રવાસે છે, ત્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ તેમને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. ઈરાને આશા વ્યક્ત કરી છે કે તેઓ ઈઝરાયેલના નેતાઓ સાથેની વાતચીતમાં પેલેસ્ટાઈનના નાગરિકોના અધિકારો અને તેમના સ્વતંત્રતાના મુદ્દાને ઉઠાવશે.
નરેન્દ્રભાઈએ ઈઝરાયેલની સંસદ નેસેટમાં પણ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ભાર મૂક્યો હતો અને ઈઝરાયેલને મજબૂત સમર્થન જાહેર કર્યું હતું.
ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે ઊંડા સંબંધો છે, પરંતુ ઈરાન અને અન્ય આરબ દેશો ઈચ્છે છે કે ભારત પેલેસ્ટાઈનના મુદ્દે પણ પોતાનું સંતુલિત વલણ જાળવી રાખે અને શાંતિ માટે પ્રયાસો કરે.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
