<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ભાજપે રાહુલ ગાંધીની સરખામણી દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ સાથે કરતા પોસ્ટર ભાજપ હેડ ક્વાર્ટર નજીક લગાવ્યા: મોટો વિવાદ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહારો તેજ કર્યા છે. મોટી રાત્રીના અહેવાલ પ્રમાણે, ભાજપે તેના દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયની બહાર મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ પોસ્ટર્સમાં રાહુલ ગાંધીની સરખામણી વર્ષ ૨૦૨૦ના દિલ્હી રમખાણોના મુખ્ય આરોપી અને જેલમાં બંધ ઉમર ખાલિદ સાથે કરવામાં આવી છે. 

 

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આર.પી. સિંહે આ પોસ્ટર લગાવડાવ્યા છે, જેમાં મોટા અક્ષરે "એક અરાજક રીત, દેશદ્રોહીઓના અલગ-અલગ ચહેરા" એવું શીર્ષક આપવામાં આવ્યું છે. 

 

ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી દેશવિરોધી તત્વોને સમર્થન આપી રહ્યા છે. આ પોસ્ટર વોર બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને કોંગ્રેસ દ્વારા તેનો જબરો વિરોધ કરવામાં આવી રહ્યો છે. *

 

(9:23 AM IST)