હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયેલ સંસદમાં ભારતની ઐતિહાસિક પ્રશંસાઃ નેતન્યાહૂએ પીએમ મોદીને ગણાવ્યા ‘ભાઈ' મોદી-મોદીના નાદ ગુંજ્યાઃ સ્ટેન્ડિંગ ઓવેશન
જેરુસાલેમઃ ઇઝરાયેલના ટોચના નેતાઓએ ભારત સાથેના તેમના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને ખૂબ જ ભાવનાત્મક રીતે બિરદાવ્યા છે

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઇઝરાયેલી સંસદમાં પ્રવચન આપતા ભારતના ઐતિહાસિક સમર્થનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતે કયારેય તેમનો સાથ છોડ્યો ન હતો અને ભારતીય કમાન્ડરોએ તેમના માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
આ ઉપરાંત, તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના પોતાના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતા તેમને માત્ર એક મિત્ર જ નહીં, પરંતુ એક ‘‘ભાઈ'' સમાન ગણાવ્યા છે.
સાથે જ, ઇઝરાયેલની સંસદ (નેસેટ)ના સ્પીકર આમિર ઓહાનાએ પણ ભારત પ્રત્યે ઊંડી કળતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ઇતિહાસને યાદ કરતા કહ્યું કે ભારતે યહૂદીઓને બે હજાર વર્ષ સુધી પોતાના દેશમાં ઘર અને આશરો આપ્યો છે, અને યહૂદીઓના સૌથી મુશ્કેલ અને અંધકારમય સમયમાં પણ તેમને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડ્યું છે.
ઇઝરાયેલની સંસદમાં મોદી-મોદીના નાદ ગુંજી ઉઠ્યા હતા અને ઇઝરાયેલના વડાપ્રધાન તથા ઇઝરાયેલી સંસદના સ્પીકર સહિત તમામ સાંસદોએ ઉભા થઈને નરેન્દ્રભાઈને તાલીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
